For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્બુદા સેના 1253 ગામોમાં અર્બુદા સેના સમાજ પંચાયત યોજશે તથા અર્બુદા સેના મહાપંચાયત ગાંધીનગર મુકામે યોજાશે

અર્બુદા સેના પાટણ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી અર્બુદા સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી તેના વિરોધમાં પાટણ જિલ્લાના નાણાં ગામના ખોડીયાર માતાજીના મંદીર ખાતે સમાજનું પ્રતિક પાઘડી અને ચૌધ

|
Google Oneindia Gujarati News

અર્બુદા સેના પાટણ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી અર્બુદા સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી તેના વિરોધમાં પાટણ જિલ્લાના નાણાં ગામના ખોડીયાર માતાજીના મંદીર ખાતે સમાજનું પ્રતિક પાઘડી અને ચૌધરી સમાજનાં આગેવાનોની હાજરીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું.સભા સ્થળે યુવાનો અને સમાજના આગેવાનો બાઈક રેલી મારફતે આવ્યા હતા.

VIPUL CHAUDHARI

ગાંધી જયંતિના દિવસે અર્બુદા સેના ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં 49 તાલુકામાં યોજયા હતા. જેમાં રક્તદાન, વૃક્ષારોપણ અને વડીલ વંદના કાર્યક્રમ થકી સેવાકીય પ્રવૃત્તિઓ કરાઇ હતી. સમાજનું સંગઠન મજબૂત બને તેવા આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમોમાં દરેક સમાજના લોકોએ વિપુલભાઈના સમર્થનમાં આપ્યું હતી.

નવરાત્રી પર્વ દરમિયાન નાણાં ગામના મહાકાળી માતાજીના મંદીર પાસે આયોજિત મહાસંમેલનમાં આંજણા ચૌધરી સમાજના આગેવાન મોગજીભાઇ ચૌધરી એ કહ્યુ હતુ કે, સમાજ હવે જાગી ગયો છે. ચૌધરી સમાજ સંગઠિત બની ગયો છે, હવે કોઈ રાજકીય કિન્નાખોરી ભોગ નહીં બને. આજે આપણે સૌ એકઠા થઈ માં અર્બુદાના રથનું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે આ અર્બુદા માતાજીનો રથ ગામડે-ગામડે ફરી સમાજને જાગૃત અને સંગઠિત કરવા કાર્ય કરશે. વિપુલભાઈની જલ્દી મુક્ત કરવામાં જો જલ્દી મુક્ત નહિ કરવામાં આવે તો ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં અર્બુદા સેના દ્વારા ગાંધીનગર મહાપંચાયત પણ યોજાશે.

English summary
Arbuda Sena's 'Virat Mahasanmelan' was held at Patan district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X