For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની રણનીતિઓ ચૂંટણીલક્ષી કે જનકલ્યાણલક્ષી ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે, ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની જનતાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ગુજરાતની ચૂંટણીની કમાન સંભાળી લીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે, ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની જનતાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ગુજરાતની ચૂંટણીની કમાન સંભાળી લીધી છે. ત્યારે, ખરેખર સવાલ થાય છે કે, દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી સેંકડો મહત્વના કામો છોડીને ફક્ત ચૂંટણીઓ પાછળ જ કેમ પડ્યા રહે છે.

bjp

ભાજપના નેતાઓ તેમનો સમગ્ર સમય ચૂંટણીલક્ષી વ્યૂરહરચના કરવામાં અને ચૂંટણીઓ જીતી સત્તા મેળવવા લગાવી રહ્યા છે. ભાજપના ટોચના નેતાથી માંડી સ્થાનિક નેતાઓ સુદ્ધાં સતત ચૂંટણી પ્રચાર અને રણનીતિ ઘડવામાં સમય વયતિત કરે છે. જ્યારે, જનકલ્યાણ અને વિકાસના નક્કર કામો કરવા પાછળ કે જનકલ્યાણલક્ષી નીતિઓ ઘડવામાં સમય વ્યતિત કરતા નથી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઘર ઘર સુધી ભાજપના પર્ચા વિતરણ કરવા માટે આવી રહ્યા છે. આગામી 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઘરે ઘરે ફરીને પર્ચા વિતરણ કરવાના છે. ત્યારે, ખરેખર સવાલ થાય છેકે, ભાજપ અને વડાપ્રધાન સત્તાના એટલા ભુખ્યા છે કે, તેઓ બીજા સેંકડો મહત્વના કામો હોવા છતાં ચૂંટણીના કામોને જ અગ્રતા આપે છે. ખરેખર ભાજપ પક્ષ સત્તાલોભી વધુ અને જનકલ્યાણલક્ષી નજીવો રહ્યો છે. જો, ભાજપ જેટલી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓ તૈયાર કરે છે, એટલી જનકલ્યાણના કામોમાં સમય ફાળવે તો દેશમાં આદર્શ રાષ્ટ્રીય પક્ષ તરીકે અને આદર્શ રાષ્ટ્રીય નેતાઓ તરીકે સ્થાપિત પણ થઇ શકે છે.

English summary
Are BJP's strategies election-oriented or welfare-oriented?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X