For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાન મોદી જેઠમલાણીની લંકાને કેમ સળગાવતા નથી?: મોઢવાડિયા

|
Google Oneindia Gujarati News

arjun modhwadia
આણંદ, 21 નવેમ્બર: આણંદ ખાતે યોજાયેલા કોંગ્રેસના જન વિજય નિર્ધાર સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘ પોતાને છ કરોડ ગુજરાતીઓના રામના હનુમાન તરીકે ઓળખાવનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાનર સાથે સરખામણી અમે કરી નથી. વાનર તો રામભક્ત હનુમાનજીનું સ્વરૂપ કહેવાય છે માટે મુખ્યમંત્રીની તેમની સાથે સરખામણી થઈ શકે જ નહીં. જો તેઓ ખરેખર હનુમાન હોય તો રામ જેઠમલાણીની લંકાને શા માટે આગ લગાડી ભસ્મીભુત નથી કરતા. આ એ જ રામ જેઠમલાણી છે જેમણે રામને બેવફા પતિ કહ્યા હતા અને તે એક કાલ્પનિક પાત્ર છે તેવું જેઠમલાણી બોલ્યા હતા.'

તેમણે રામ જેઠમલાણીના મુદ્દે વધુમાં જણાવ્યું કે, ‘ પોતાની જાતને રામભક્ત હનુમાન ગણાવતા નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ શા માટે તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. ઊલટાનું તેમને બકબક કરવા અમે બેફામ બનીને લોકોની લાગણી દુભાવવા માટે મુક્ત મેદાન આપી દીધું છે. તમામ સિનેમાગૃહોના મોટામોટા પોસ્ટરો ભેગા કરીએ અને તેની સરખામણી આ સાહેબના પોસ્ટરો સાથે કરીએ તો તેની સંખ્યા મોદીના પોસ્ટરો કરતા નોંધપાત્ર રીતે ઓછી થાય.'

ભાજપના નેતાઓએ જુઠ્ઠું બોલીને લોકોને છેતર્યા : ભરતસિંહ

કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ ખડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં ભાજપના નેતા તેના પરિવારની ભાળ લેવા ગયા નથી. મોદી કેન્દ્રની ગ્રાંટો અને યોજનાઓને પોતાના નામે ચઢાવીને જોરશોરથી જુઠ્ઠું બોલે છે. ભાજપ શાસનમાં આવી ત્યારથી કોઈ જ વિકાસ થયો નથી ઉલ્ટાનું બેરોજગારી વધી ગઈ છે.'

કોંગ્રેસ સાંસદ સંજય નિરૂપમે કેગના રીપોર્ટના આધારે જણાવ્યું કે, ‘ભાજપ સરકાર કૌભાંડોને છુપાવવા માટે લોકોયુક્તની નિમણૂક કરતી નથી. કોંગ્રેસ સત્તા પર આવશે તો તમામ કૌભાંડોની તપાસ કરશે અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરશે.' ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ હાજર રહી શક્યા ન હતા.

English summary
Arjun Modhwadia hits to Narendra Modi in Anand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X