For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો આજે કઇ બાબતો રહી ચર્ચામાં

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 નવેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટમાં થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ક્રાઇમ વર્લ્ડ સાથે જોડાયેલા સમાચારમાં વાપી પાસે 16 લાખના દારૂ ભરેલા ટ્રકની નકલી એક્સાઇઝ અધિકારી બનીને આવેલી ટૂકડી દ્વારા લૂટ ચલાવવામાં આવી છે. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હવે આકાશી આંખ નેત્રા દ્વારા નજર રાખવામાં આવશે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

નેત્રા રાખશે મોદીના કાફલા પર નજર

નેત્રા રાખશે મોદીના કાફલા પર નજર

ગાંધીનગરઃ- ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને આકાશી આંખ નેત્રાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નેત્રા 300 ફૂટ ઉપરથી મોનીટરિંગ કરવા માટે સક્ષમ છે.

રાજકોટ બળાત્કાર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ

રાજકોટ બળાત્કાર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ

રાજોકટઃ-રાજકોટમાં રેલવે સ્ટેશન પાસે થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં ચાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીડિતા દ્વારા એ ચારેય આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. હવે આરોપીઓ અને બળાત્કારનો ભોગ બનેલી યુવતીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જેને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

 રાજકોટ: ટ્રક-ટેન્કર અકસ્માત, હાઇવે પર ટ્રાફિક જામ

રાજકોટ: ટ્રક-ટેન્કર અકસ્માત, હાઇવે પર ટ્રાફિક જામ

રાજકોટઃ- રાજકોટ પાસે કુવાડવા નજીક રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી અને પાંચ કિમી સુધી ટ્રાફીક જામ રહ્યો હતો. જો કે, અકસ્માતમાં કોઇ જાનમાલને નુક્સાન થયું હોવાના અહેવાલ નથી.

વાપીઃ ૧૬ લાખનો દારૂ ભરેલી ટ્રકની લૂટ

વાપીઃ ૧૬ લાખનો દારૂ ભરેલી ટ્રકની લૂટ

વાપીઃ- મહારાષ્ટ્રથી દારૂ ભરીને દીવ આવતા ટ્રકને વાપી નજીક એક્સાઇઝ અધિકારીના નામે રોકવામાં આવ્યો હતો અને ટ્રકની લૂટ ચલાવી ડ્રાઇવરને જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ટ્રકમાં 16 લાખ રૂપિયાની આસપાસનો દારૂ હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે. આ ગુનો 23મી નવેમ્બરના રોજ આચરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રથી આવતા દારૂના જથ્થાની નોંધણી એક્સાઇઝ વિભાગમાં કરાવવાની હોય છે, જો કે શનિ-રવિ ઓફિસ બંધ હોવાના કારણે ટ્રક ડ્રાઇવરે ટ્રકને વાપી નજીક પાર્ક કરીને રાખ્યો હતો, તે સમયે આ લૂટ ચલાવવામાં આવી હતી.

નારાયણ સાઈની લંપટલીલા

નારાયણ સાઈની લંપટલીલા

સુરતઃ- સુરતમાં યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા નારાયણ સાઇ વિરુદ્ધ તપાસ દરમિયાન તેની લંપટલીલાના અનેક ચોકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર નારાયણ સ્ત્રીભક્તો કે સાધિકાઓ પૈકી 18થી 20 વર્ષની યુવતી સાથે શરીર સંબંધ બાંધતા હતા. આ યુવતીની ઉમર વધતા તે તેમની સાથે સંબંધ બાંધવાનું ટાળતા હતા. તેઓ યુવતીને કહેતા હતા કે તમે ભગવાનને ખુશ કર્યા છે હવે સંસારમાં પરત ફરો અને અન્ય કોઇ સાથે લગ્ન કરી લેવાનું જણાવતા હતા.

અમદાવાદ પોલીસની અશ્લીલ હરકત-મહિલા આયોગને કરાશે ફરિયાદ

અમદાવાદ પોલીસની અશ્લીલ હરકત-મહિલા આયોગને કરાશે ફરિયાદ

અમદાવાદઃ- અમદાવાદમાં મણિનગર ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી અશ્લીલ હરકત સામે જીપીપીના મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં આ ઘટના બદલ રજુઆત કરવાની તૈયારીઓ આદરવામાં આવી છે. તેમજ ઉગ્ર રજુઆત સાથે જીપીપીના મહિલા કાર્યકર્તાઓ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી માગણી પણ કરવાના છે.

વિદ્યાર્થીઓનો હત્યા કેસઃ આસારામના 7 શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી

વિદ્યાર્થીઓનો હત્યા કેસઃ આસારામના 7 શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી

અમદાવાદઃ- પોતાને ભગવાન સમાન ગણાવનાર ધર્મગુરૂ આસારામ બાપુની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલાંથી જ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા આસારામ ગત કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે. તેમના પર તેમના જ આશ્રમમાં 2 વિદ્યાર્થીઓની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ આરોપના કેસમાં સ્થાનિક કોર્ટે આસારામના સાત શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે. આ સાથે જ આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવશે.

નારાયણ સાઇની અરજી પર સરકારને હાઇકોર્ટની નોટિસ

નારાયણ સાઇની અરજી પર સરકારને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદઃ- ગુજરાતની હાઇ કોર્ટે નારાયણ સાઇની એક અરજી પર આજે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. નારાયણ સાઇએ પોતાની સામે નોંધાયેલી શારીરિક શોષણના એક કેસમાં સુરતની એક કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા એરેસ્ટ વોરન્ટને રદ કરવાની માંગ કરત અરજી દાખલ કરી છે.જજ હર્ષ દેવાનીએ આ કેસની સુનાવણી માટે 27 નવેમ્બરની તારીખ આપી છે. બે બહેનોના પિતાએ અને પુત્ર પર શારીરિક શોષણનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ ફરિયાદના આધારે સુરત પોલીસે છ ઓક્ટોબરના રોજ નારાયણ સાઇ અને આસારામની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. સુરત પોલીસે દંડ પ્રક્રિયા સંહિતા અંતર્ગત 28 ઓક્ટોબરના રોજ સાઇની વિરુધ્ધ વોરંટ જારી કર્યું હતું.

English summary
Here is top news of Gujarat with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X