For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો આજે રાજ્યમાં ક્યાં શું થયું

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 નવેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, સુરત શહેરના અન્ય સમાચાર અંગે વાત કરવામાં આવે તો સુરતના એક યુવાનને મસ્તી ભારે પડી ગઇ હતી. મજાક મસ્તીમાં યુવકનું લિંગ બેરિંગમાં ફસાઇ ગયું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરાના સમાચાર અંગે વાત કરવામાં આવે તો, વડોદરામાં 5 બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 13 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. સાપુતારા નજીક એક કાર ખીણમાં ખાબકી છે, જેમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

વડોદરાઃ 5 બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા

વડોદરાઃ 5 બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા

વડોદરા ખાતે ગઇકાલે મોડી સાંજથી જ આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. આજે સવાર સુધી ચાલેલી કાર્યવાહીમાં આઇટી વિભાગ દ્વારા 13 કરોડનું કાળું નાણું ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વધુ નાણું ઝડપાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આઇટી વિભાગ દ્વારા પાંચ બિલ્ડરોને ત્યાં નવ સાઇટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી આ કાળું નાણું ઝડપાયું છે. જેમાં વ્રજ વિહારમાંથી 3 કરોડનું કાળુ નાણું ઝડપાયાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.

સાપુતારા પાસે ખીણમાં કાર ખાબકીઃ પાંચના મોત

સાપુતારા પાસે ખીણમાં કાર ખાબકીઃ પાંચના મોત

વડોદરા જિલ્લાના ડભોઇ પાસે આવેલા શિનોળ ગામનો પરિવાર શિરડી સાઇ બાબાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે સાપુતારા પાસે તળેટીમાં તેમની કાર ખીણમાં ખાબકી હતી. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે અને અન્ય પાંચને ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરતના યુવકને ભારે પડી મસ્તી

સુરતના યુવકને ભારે પડી મસ્તી

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક યુવાનને પોતાના મિત્રો સાથેની મસ્તી ભારે પડી ગઇ હતી. મિત્રો સાથેની મજાકમાં તેણે એક શરત લગાવી દીધી અને બેરિંગને લિંગમાં ફીટ કરી દીધી હતી. પરંતુ યુવાનની હાલત ત્યારે કફોળી બની જ્યારે બેરિંગ લિંગમાં ફાસઇ હતી. પીડા અસહ્ય બનતા મિત્રો દ્વારા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ પ્રકારની સ્થિતિ જોઇને તબિબો પણ વિસમયમાં મુકાઇ ગયા હતા.

વડોદરાઃ ડમ્પર નીચે અડધા કલાક સુધી દબાયેલી રહી જિંદગી

વડોદરાઃ ડમ્પર નીચે અડધા કલાક સુધી દબાયેલી રહી જિંદગી

વડોદરા ખાતે માંજલપુરમાં આવેલી લક્ષ્મીધામ સોસાયટી પાસે સવારે 10 વાગ્યાની આસપાસ એક ડમ્પરે વકીલને અડફેટે લીધા હતા. ડમ્પર ઓવર લોડેડ હોવાના કારણે કાસ ઉપરનો આખો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના લીધે ડમ્પરની સાથોસાથ વકીલ પણ તેમાં ખૂંપી ગયા હતા. આ સમયે ડમ્પરનું પાછળનું વ્હીલ વકીલના પગ પર આવી ગયું હતું. માહિતી અનુસાર ડમ્પર અંદાજે અડધો કલાક સુધી આ સ્થિતિમાં વકીલના પગ પર રહ્યું હતું. ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

વડોદરા સેવાસદનના સ્ટોરમાં આગ

વડોદરા સેવાસદનના સ્ટોરમાં આગ

વડોદરાના નાગરવાડા સ્થિત સેવાસદનના બિલ્ડિંગ સ્ટોરમાં રાખવામાં આવેલા ભંગારમાં એકાએક આગ લાગી ગઇ હતી, જેના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી અને નાસભાગ મચી હતી. આ બનાવ અંગે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની બે ટૂકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના સવારે 10.50 વાગ્યાની આસપાસ ઘટી હતી. બિલ્ડિંગના સ્ટોરમાં રાખવામા આવેલી ખુરશી, ટેબલ સહિતનો સામાન આગને ઝપેટમાં આવી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

English summary
Here is top news of Gujarat with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X