• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું

|

ગાંધીનગર, 3 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાત કોંગ્રેસમાં તાજેતરમાં સંગઠનમાં થયેલા પુનઃગઠન બાદ પક્ષપાત અને અન્યાય થયો હોવાની રજુઆત સાથે 2 ઉપપ્રમુખો, 11થી વધુ જિલ્લા પ્રમુખો અને 6 મહામંત્રીઓએ અર્જુન મોઢવાડિયા સમક્ષ રાજીનામા ધરી દીધા છે. અમદાવાદમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. મળતી માહિતી અનુસાર શહેરના મોટેરા વિસ્તારમાં કરિયાણાના વેપારી પર બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. રાજકોટના ગોંડલ રોડ પર આજે સવારે ટ્રેનની અડફેટે એક કોળી યુવાનનું મોત નીપજ્યું છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

અમદાવાદઃ મોટેરા વિસ્તારમાં ફાયરિંગ

અમદાવાદઃ મોટેરા વિસ્તારમાં ફાયરિંગ

અમદાવાદમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. મળતી માહિતી અનુસાર શહેરના મોટેરા વિસ્તારમાં કરિયાણાના વેપારી પર બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગયાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર આસારામ આશ્રમ સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હોવાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

નારાયણ સાઇ કેસમાં હાઇકોર્ટમાં આજે ચુકાદો

નારાયણ સાઇ કેસમાં હાઇકોર્ટમાં આજે ચુકાદો

સુરતઃ સુરત બળાત્કાર કેસમાં સુરત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ધરપકડ વોરંટને નારાયણ સાઇ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા હતા, જે અંગેનો ચુકાદો આજે આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત આ જ કેસમાં હાઇકોર્ટમાં કલમ 82 દૂર કરવાની માગણી કરવામાં આવી છે, જે અંગે આજે સુનાવણી થવાની છે.

વડોદરાઃ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

વડોદરાઃ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

વડોદરા નજીક આવેલા દશરથ ખાતે એક વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવના પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. છાણી પોલીસે બનાવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માહિતી અનુસાર દશરથ ઇન્દિરાનગરમાં રહેતા પ્રકાશભાઇ ડાહ્યાભાઇ વાઘેલા મંજુસર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સંયુક્ત પરિવારમાં રહેતા પ્રકાશભાઇ સવારે દુકાને સામાન લેવા ગયા તે સમયે તેમના પત્ની કુસુમ બહેને ઘરનો દરવાજો બંધી કરી પહેલા પુત્રને ગળે ટૂંપો દઇ હત્યા કરી બાદમં પંખા પર દોરીથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ ટ્રેનની ઠોકરે યુવાન કપાયો

રાજકોટઃ ટ્રેનની ઠોકરે યુવાન કપાયો

રાજકોટના ગોંડલ રોડ પર આજે સવારે ટ્રેનની અડફેટે એક કોળી યુવાનનું મોત નીપજ્યું છે. ટ્રેનની અડફેટે આવેલા યુવાનનું શરીર એ હદે ક્ષતવિક્ષત થઇ ગયું હતું કે, તેને નીહાળનારાઓના સમગ્ર શરીરમાં કંપારી છૂટી જાય. આ યુવાન રાજકમલ પેટ્રોલપંપ પાસે મફતીયા પરામાં રહે છે. તે વિધવા માતાનો એકનો એક દિકરો અને ત્રણ બહેનનો એક એક ભાઇ હતો. યુવાનના મોતના ખબરથી સમગ્ર મફતીયા પરામાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

રાજકોટઃ ડમી કાંડમાં બેને સજા

રાજકોટઃ ડમી કાંડમાં બેને સજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડમી કાંડમાં ઐતિહાસિક ચુકાદા કરતા ચંદ્રકાંત હિરાણીના પુત્ર વિવેક હિરાણી અને એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલને 15 સેમેસ્ટ પરીક્ષામાં નહીં બેસવાની સજા ફટકારી છે. આ ઉપરાંત માસ કોપી કેસમાં પકડાયેલા ડુમિયાણી અને સુપાસી કોલેજના વિદ્યાર્થીઓ સહિત 136 વિદ્યાર્થીઓને 11 (સેમેસ્ટર) વર્ષની સજા આપવામાં આવી છે.

વિશ્વકક્ષાએ ગુજરાતી ઝળક્યા

વિશ્વકક્ષાએ ગુજરાતી ઝળક્યા

સુરતઃ યુકે અને ઓસ્ટ્રેલિયાને પછાડતા ગુજરાત રાજ્યના સુરતના વિદ્યાર્થીઓએ અંગ્રેજોની ભાષા અંગ્રેજીમાં જોરદાર પછડાટ આપીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇંગ્લિશ ભાષામાં પ્રથમ આવ્યા છે. સુરત શહેરની સંજીવની હાઇસ્કૂલ તૈયાર કરેલુ પ્રેઝન્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવ્યું છે. લખનઉ ખાતે યોજાયેલા પ્રેઝન્ટેશન કોમ્પિટીશનમાં હાઉ ટૂ લર્ન ઇંગ્લિશ પ્રેઝન્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે.

દમણમાંથી છે કેદી ફરાર

દમણમાંથી છે કેદી ફરાર

દમણની સબ જેલમાંથી અધિકારીઓની બેદરકારીના કારણે કાચા કામના છ કેદી ફરાર થઇ ગયા હોવાના અહેવાલ છે. બેરેકમાં કુલ 17 કેદીઓ કેદ હતા, જેમાના છ આરોપીઓ અગાઉથી બનેવાલી યોજનાના આધારે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પેશાબ કરવાના બહાને બહાર આવ્યા હતા. જે દરમિયાન જેલમાં સુવા માટે આવેલી ચાદરનો ઉપયોગ કરીને આ આરોપીએ 30થી 40 ફૂટ ઉંચી દિવાલ કૂદીને જતા રહ્યાં હતા. ફરાર આરોપીઓને પકડી પાડવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં બળવો, પડ્યા ધડાધડ રાજીનામાં

ગુજરાત કોંગ્રેસમાં બળવો, પડ્યા ધડાધડ રાજીનામાં

ગુજરાત કોંગ્રેસમાં તાજેતરમાં સંગઠનમાં થયેલા પુનઃગઠન બાદ પક્ષપાત અને અન્યાય થયો હોવાની રજુઆત સાથે 2 ઉપપ્રમુખો, 11થી વધુ જિલ્લા પ્રમુખો અને 6 મહામંત્રીઓએ અર્જુન મોઢવાડિયા સમક્ષ રાજીનામા ધરી દીધા છે. જો કે, આ અસંતુષ્ઠોને પાંચ ડિસેમ્બરે મોઢવાડિયાએ મળવા માટે બોલાવ્યા છે.

English summary
Here is top news of Gujarat with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more