બીજેપી ધારાસભ્ય સહિત 4 લોકો સામે ધરપકડ વોરંટ, જાણો શું છે પુરો વિવાદ?

રાજકોટ કોર્ટના એક આદેશને પગલે ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. કોર્ટે બીજેપી હાલના બીજેપી ધારાસભ્ય સહિત 4 લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યુ છે.

રાજકોટની કોર્ટે આ આદેશ એક માનહાનિ કેસમાં કર્યો છે. આ નેતાઓમાં હાલના બીજેપી નેતા સીજે ચાવડા, કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને તેમના અંગત મદદનીશ સામેલ છે.

Shailesh Parmar - CJ Chavda

ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજે આ નેતાઓ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં વારંવાર હાજર ન રહેવાના કારણે કોર્ટે આ આદેશ કર્યો છે.

કેસની વાત કરીએ તો સહારા ઇન્ડિયા કંપનીની જમીન માટે ઝોન ફેરફારને લઈને 500 કરોડના કૌભાંડના આક્ષેપ કોંગ્રેસ દ્નારા કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગર કોર્ટમાં આ જ આક્ષેપો માટે બદનક્ષીનો દાવો કર્યો હતો.

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને સી.જે ચાવડા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવાયો હતો.

વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે આ આરોપોને નકાર્યા હતા અને ખોટા ગણાવી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.

જો કે, ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું અને રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X