ઇઝરાયેલના રાજદૂત ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા, રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી

મુલાકાત ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગિલોન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ આ બેઠક દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ઇઝરાયેલની મુલાકાત લીધી તેના પરિણામે ભારત-ઈઝરાયેલ અને ગુજરાત વચ્ચેના સંબંધો ઈન્‍વેસ્ટમેન્‍ટ-સ્ટ્રેટેજીક પાર્ટનરશીપમાં પરિવર્તિત થયા છે.

Bhupendra Patel

ઈઝરાયેલનાં રાજદૂત શ્રીયુત નાઓર ગિલોને પણ વર્ષ ૨૦૧૮માં ઈઝરાયેલનાં વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે આ બેઠક દરમિયાન વાતચીત કરી હતી.

તેમણે કહ્યું કે, ઈઝરાયેલનાં સ્ટાર્ટપ નેશન સેન્‍ટ્રલ અને ગુજરાતનાં iCreate વચ્ચે સપ્ટેમ્બર-૨૦૨૦માં ઇનોવેશન અને ટેકનિકલ સહયોગને વેગ આપવા દ્વિપક્ષીય કાર્યક્રમ પર કરાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, iCreate દ્વારા ઈઝરાયેલની ટેકનિયન યુનિવર્સિટી સાથે સૌપ્રથમ MoU પણ કરવામાં આવેલા છે.

ઇઝરાયેલ રીન્યુએબલ એનર્જી સેક્ટર, ગ્રીન હાઈડ્રોજન તેમજ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ફેબ્રિકેશન ઉત્પાદનમાં ગુજરાતમાં રોકાણ સહભાગીતા કરવા તત્પર છે એમ ઇઝરાયેલના રાજદૂત શ્રીયુત નાઓર ગિલોને વાતચીત દરમિયાન જણાવ્યું.

ભારત, ઇઝરાયેલ, યુએસ અને યુએઈએ ફુડ સિક્યુરિટી શરૂ કરવા કરેલી મોટી પહેલ I2U2 અન્વયે ટેકનોલોજી અને હાઈડ્રોપોનિક્સ એક્સપર્ટીઝ ક્ષેત્રે ઇઝરાયેલ સહયોગ કરશે તે સંદર્ભમાં આ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયેલના રાજદૂતને ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક હબનું ડેવલપમેન્ટ, ધોલેરા SIR, સુરત ડાયમંડ બ્રુશ જેવા ફ્યુચર મેગા રેડી પ્રોજેક્ટસની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ઇઝરાયેલ ડેલીગેશનને જોડાવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. ઇઝરાયેલનાં રાજદૂતે વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા કચ્છનો રણોત્સવ જોવાની પણ ઉત્સુકતા દર્શાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X