સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓનું સ્વાગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ
'ઓપરેશન કાવેરી' હેઠળ સુદાનમાં ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચેથી ગુજરાતીઓને શાંતિપૂર્વક, સુરક્ષિત અને સલામતી સાથે પોતાના વતન પરત લાવીને ભારત સરકારે અને ગુજરાત સરકારે સંવેદનશીલતા દાખવી છે. ગત રાત્રે સુદાનમાં ફસાયેલા 56 જેટલા ગુજરાતીઓનુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફુલ આપીને સ્વાગત કર્યુ હતુ.

હજુ પણ જે ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે ભારત સરકાર સાથે ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નો કરી રહી છે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે.
ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી દ્વારા સુદાનમાં ફસાયેલા ભારતીયોને વાયુ સેના વિમાન દ્વારા સાઉધી અરેબિયાના જેદ્દાહમાથી ભારત લાવામાં આવી રહ્યા છે. જેમા ગઇ કાલે 56 જેટલા ગુજરાતીઓ મુંબઇ એરપર્ટ ખાતે લાવામાં આવ્યા હતા. મુંબઇથી બાય રોડ અમદાવાદ લાવામાં આવ્યા હતા. જ્યાં ખુદ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ગુજારતીઓનું સ્વાગત કર્યુ હતુ.
સુદાનથી સાઉદીના જેદ્દાહ ખાતે અત્યાર સુધીમાં 8 બચેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ત્યાંથી તેમને વાયુ સેનાના વિમાન દ્વારા ભારત લાવામાં આવ્યા છે. ભારતીયોનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને સ્વાગત કર્યુ હતુ.
જાણવા મળતી માહિતી મુજબ રજી પણ ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે. ગુજરાતીઓ સહિત ભારતના તમામ નગરીકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાથી કાઢવા માટે ભારત સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
