For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇને છોકરીઓ સપ્લાઇ કરતી હતી મોનિકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 ઓક્ટોબર: આસારામ બાપુના અલગ-અલગ આશ્રમોમાં યૌન શોષણના કેસમાં એક પછી એક ખુલાસા થતા જાય છે. અપરાધના આ જીનમાંથી વધુ એક મહિલાનું નામ સામે આવ્યું છે તે છે મોનિકા સાંઇ. કહેવામાં આવે છે કે મોનિકા નારાયણ સાંઇ અને આસારામને છોકરીઓ સપ્લાઇ કરતી હતી. આ આરોપ આસારામના પૂર્વ સહયોગી મહેન્દ્ર ચાવલાએ લગાવ્યો છે.

ખાસ વાત એ છે કે મહેન્દ્ર ચાવલા ગુરૂવારે પોતાનું નિવેદન કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવશે. તેમનું કહેવું છે કે આસારામના આશ્રમોમાં દરેક છોકરી પિતા-પુત્રનો શિકાર થઇ છે. મહેન્દ્ર ચાવલાને ખૂબ મહત્વના માનવામાં આવે છે. આ સાથે જ પોલીસે મોનિકા સાંઇની ધરપકડની તૈયારી તેજ કરી દિધી છે.

બીજી તરફ યૌન શોષણના એક અન્ય કેસમાં તપાસ તથા પૂછપરછ માટે અમદાવાદ પોલીસ આસારામને ગાંધીનગર સ્થિત આશ્રમમાં તેમની કુટિયામાં લઇ જશે. બીજી તરફ પોલીસની કેટલીક ટીમો આસારામના આશ્રમોમાં છાપેમારી કરી રહી છે.

પાંચ રાજ્યોમાં છાપેમારી
આસારામના પુત્ર નારાયણ સાંઇ પાંચ રાજ્યોમાં છાપેમારી કરી રહી છે. સુરત પોલીસની મદદથી અલગ-અલગ રાજ્યોની પોલીસ નારાયણ સાંઇને પકડવા માટે ગાળીયો કસી રહી છે. ખાસવાત એ છે કે મોનિકા સાંઇ હાલ નારાયણ સાંઇની સાથે છે. નારાયણ સાંઇની સાથે આસારામની પત્ની તથા પુત્રી સહિત લગભગ 12 લોકો છે.

પોલીસ અનુસાર આ બધાના મોબાઇલ ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. સૌથી પહેલાં લોકેશન દિલ્હીની રોહિણીમાં મળ્યું, પછી ગુડગાંવ માર્ગ પર અને પછી હરિયાણામાં. નારાયણ તથા તેમની સાથે બધા લોકો બે વાહનોમાં સવાર છે અને જેટલી વાર કોલ કરવા હોય છે, એટલી વાર સેવાદારોના મોબાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહી એકવાર કોલ કર્યા બાદ સિમકાર્ડ તોડી નાખે છે જેથી ઇએમઆઇ નંબરના માધ્યમથી ટ્રેક કરી ન શકાય.

પોલીસના અનુસાર દેશભરમાં આટલા બધા આશ્રમ હોવાના કારણે નારાયણ સાંઇ અને તેમના સાથી સરળતાથી કોઇપણ રાજ્યમાં જઇને સંતાઇ શકે છે. આટલું જ નહી આસારામના અનુયાયી પણ તેમને સંતાડવામાં મદદ કરે છે.

English summary
According to former aide of Asaram Bapu, woman named Monica Sai used to supplied girls to Narayan Sai and his father. Narayan is absconded now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X