For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ઓક્ટોબર: જોધપુરથી અમદાવાદ લાવવામાં આવેલા આસારામ બાપૂની પોલીસ કસ્ટડી વધારીને 19 ઓક્ટોબર સુધી કરી દેવામાં આવી છે. ગાંધીનગરની વિશેષ કોર્ટના જજે યૌન શોષણના કેસ સુનાવણી કરતાં આ ચૂકાદો સંભળાવ્યો છે. એક તરફ પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે, તો બીજી તરફ આસારામના સંબંધમાં નવો ખુલાસો થયો છે. તો બીજી તરફ બાપૂ છોકરી પટાવવા માટે એક રૂપિયા આપતાં હતા.

સૌથી પહેલાં વાત કરીએ તાજા સમાચારની, જે મુજબ કોર્ટે આસારામની ન્યાયિક કસ્ટડી વધારીને 19 ઓક્ટોબર કરી દિધી છે. એટલે આગામી ચાર દિવસ પોલીસ તેમના રિમાન્ડ લેશે અને અલગ-અલગ જગ્યાએ નોંધવામાં આવેલા યૌન શોષણના કેસમાં પૂછપરછ કરવામાં આવશે. અમે તમને જણાવી દઇએ કે અમદાવાદ લાવ્યા બાદ એટીએસની એક ટીમે પણ આસારામ સાથે પૂછપરછ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ

1 લાખ રૂપિયામાં છોકરી પટાવતા હતા આસારામ બાપૂ

હવે વાત કરીએ એક લાખ રૂપિયાની, જે આસારામ છોકરીઓને પટાવવા માટે ખર્ચતા હતા. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર 1985 થી માંડીને 1997 સુધી આશ્રમમાં રહી ચૂકેલી એક મહિલાએ એવો દાવો કર્યો છે કે આસારામ પહેલાં છોકરીઓને સાધનાની આડમાં અડકતા હતા અને પછી ધીરે-ધીરે ખોટા કામ તરફ આગળ વધતા હતા.

ડીજીપી વણજારા સાથે ઉઠતા બેસતા હતા આસારામ

ડીજીપી વણજારા સાથે ઉઠતા બેસતા હતા આસારામ

45 વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે એકવાર આસારામના સેવક તે રૂમમાં સુતી એક યુવતીને રાત્રે અઢી વાગે બળજબરી પૂર્વક ઉપાડીને લઇ ગયા તેને લગભગ 45 મિનિટ બાદ રૂમમાં મુકી ગયા. છોકરીએ પોતાની આપવિતી સંભળાવી અને પોલીસ પાસે જવાની ધમકી આપી, તો આશ્રમ દ્વારા તેને 1 લાખ રૂપિયાની રજૂઆત કરવામાં આવી આવી. એટલું જ નહી ડીજીપી વણજારા અવાર નવાર આસારામ સાથે ઉઠતા બેસતા હતા, જેથી પોલીસ પાસે જવાનો કોઇ ફાયદો ન હતો.

છોકરી હાથે તમાચો ખાઇ ચૂક્યાં છે આસારામ

છોકરી હાથે તમાચો ખાઇ ચૂક્યાં છે આસારામ

અમદાવાદની મહિલાએ આરોપ લગાવ્યો છે કે આસારામ દરેક છોકરીને એક જ નજરથી જોતાં હતા. મહિલાએ દાવો કર્યો હતો કે તેની સાથે પણ આસારામે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને આસારામને તમાચો ઝિંકી દિધો હતો. મહિલાએ કહ્યું હતું કે આસારામને જ્યારે પણ છોકરી પસંદ આવતી હતી અને તે સેક્સ માટે માનતી નહી તો તે 1 લાખ રૂપિયા સુધીની ઓફર પણ કરી દેતા હતા.

સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓ પર પ્રતિબંધ

સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓ પર પ્રતિબંધ

આસારામ જ્યારથી જેલમાં ગયા છે, ત્યારથી તેમના જીવનના પુસ્તકના પાના ખુલવા લાગ્યા છે અને જનતા સમક્ષ આવવા લાગ્યા છે. આ પાના પર મીડિયાની નજર ન પડે એટલા માટે અમદાવાદની કોર્ટે આસારામના કોઇપ્ણ કેસની સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દિધો છે.

English summary
Self-styled godman Asaram Bapu's police remand has been extended till October 19 in Surat rape case. Another woman has allegedly said that Asaram used to give Rs 1 lakh to lure women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X