27 વર્ષ પહેલા આસારામ આશ્રમમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
આસારમ સામેના દુષ્ક્રમ કેસમાં તેની ગાંધીનગર સેશન્સ્ કોર્ટે દોષીત જાહેર કર્યા છે. આજે સજા સંભળવામાં આવશે. મહિલા પર માલિસ કરવાના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને સૂરતની મહિલા પર બળાત્કારના ગુનામાં દોષિત જાહેર કર્યો છે. જેની આજે સજા સંળાવામા આવશે. જેમા આસારામને વિડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવશે. 27 વર્ષ પહેલા સૂરતની મહિલાને અણદાવાદના મોટેરા આશ્રમની શાંતિવાટિકામાં માલિસ કરવા માટે મહિલાને બોલાવીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેને લઇને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેમન સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેનો કેસ ગાઁધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસની સુનવણી નવ વર્ષ સુધી ચાલી હતી. જેમા બંને પક્ષોની દલીલ સાઁભળીને આસારામને દોષિત ઠેરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આ મામલે 14 લોકોની ધરપકડ કરીને 8 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા. આ કેસમા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમા 101 માથી 51 લોકોની જૂબાની પણ લેવામાં આવી હતી. નવ વર્ષ ચાલેલા આ કેસની સુનવણીણીમાં આસારામને જોધપુર જેલમા હાજર રાખવામાં આવ્યા હતા. કોર્ટમાં આજે આ મામલે ચુકાદો આપવામાં આવશે જેમા આસારામને વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
