For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ASI ખુશ્બુના અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- મેં દીકરો ગુમાવ્યો

ASI ખુશ્બુના અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- મેં દીકરો ગુમાવ્યો

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટના યૂનિવર્સિટી પોલીસ સ્ટેશનની એએસઆઈ ખુશબુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. રાજકોટથી જામજોધપુર લઈ જવામાં આવ્યો, જ્યાં શહીદોને મળનાર સન્માન સાથે દાહ-સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન ખુશબૂના માતા-પિતા તેના ગમમાં હોશ ગુમાવી બેઠા છે. માતા તો બેભાન જ થઈ ગયાં. જ્યારે પિતાએ કહ્યું કે મેં દીકરી નહિ મારો દીકરો ગુમાવ્યો છે. તેમને લાગી જ નથી રહ્યું કે તેમની દીકરી આત્મહત્યા કરી શકે છે. પરિજનોનું કહેવું છે કે તેમની દીકરીનું મર્ડર થયું છે.

એએસઆઈ ખુશબૂ અને તેના સાથી સિપાહીની લાશ મળી હતી

એએસઆઈ ખુશબૂ અને તેના સાથી સિપાહીની લાશ મળી હતી

જણાવી દઈએ કે ગુરુવારે રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં સ્થિત આવાસ યોજનાના ક્વાર્ટર પરથી મહિલા એએસઆઈ અને પુરુષ કોન્સ્ટેબલની લાશ મળી હતી. તેમની ઓળખ 28 વર્ષીય એએસઆઈ ખુશબુબેન કાનાબાર અને 30 વર્ષીય રવિરાજસિંહ જાડેજાના રૂપમાં થઈ હતી. શરૂઆતી તપાસમાં પોલીસે આત્મહત્યા કરી હોવાની આશંકા જતાવી, પરંતુ બાદમાં સીસીટીવી ફુટેજમાં સંદિગ્ધ કાર દેખાવા પર આ મામલો હત્યાનો લાગવા લાગ્યો.

ખુશબૂના રવિરાજ સિંહ સાથે પ્રેમ સંબંધ હતા?

ખુશબૂના રવિરાજ સિંહ સાથે પ્રેમ સંબંધ હતા?

પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે ખુશબૂબેન કાનાબાર અને રવિરાજસિંહ જાડેજા વચ્ચે પ્રેમસંબંધ હતા. પોલીસને એમ પણ માલૂમ પડ્યું છે કે ખુશબૂ દ્વારા અબોર્શન પણ કરાવવામાં આવ્યું હતું. તે આવાસ યોજના વાળા ક્વાર્ટરમાં રહેતી હતી. જ્યાં ગુરુવારની રાત્રે રવિરાજસિંહની સાથે હતી અને સવારે અહીંથી જ બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મોત સર્વિસ રિવોલ્વરની ગોળીથી થયું હતું. પોલીસે મૃતદેહને પરિજનોને દેખાડ્યા વિના જ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

ખુશબૂનો એ મિત્ર પણ અંતિમ સંસ્કારમાં આવ્યો

ખુશબૂનો એ મિત્ર પણ અંતિમ સંસ્કારમાં આવ્યો

સોમવારે જ્યારે ખુશબૂના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તો તેનો મિત્ર વિવેક પણ હાજર હતો. આ કેસની ખાસ વાત એ છે કે વિવેકની રિવોલ્વર ખુશબૂના અપાર્ટમેન્ટથી જ મળી આવી હતી. એવામાં પોલીસને શંકા છે કે ક્યાંક વિવેક પણ ઈનવોલ્વ તો નથીને. જો કે, તપાસમાં વિવેક ખુદ મદદ કરી રહ્યો છે.

અમદાવાદઃ કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ દૂર્ઘટનાનો શિકાર, 2ના મોત, 15 ઘાયલ અમદાવાદઃ કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ દૂર્ઘટનાનો શિકાર, 2ના મોત, 15 ઘાયલ

પોલીસની તપાસથી ખુશબૂના પરિજનો ખુશ નથી

પોલીસની તપાસથી ખુશબૂના પરિજનો ખુશ નથી

જ્યારે આ દીકરીનું મૃત્યુ થવા પર ખુશબૂના પરિજન પોલીસની તપાસથી સંતુષ્ટ નથી. તેમના દ્વારા કેટલાય સવાલ કરવામાં આવ્યા છે. જેમાં પરિજનો પહોંચે તે પહેલા જ મૃદેહને કેમ હટાવી લેવામાં આવ્યા? રાત્રે સીસીટીવીમાં દેખાઈ રહેલી કાર કોની હતી? વગેરે જેવા સવાલ ઉઠાવી રહ્યા ચે. હાલ પોલીસ FSL રિપોર્ટનો ઈંતેજાર કરી રહી છે.

English summary
asi khushbu died suspiciously, father questioned on investigation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X