વ્હાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં 1169 લાભાર્થીઓને સહાય અપાઈ
વ્હાલી દિકરી યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં નવસારી જિલ્લામાં આપેલી સહાયની વિગતો સરકારે વિધાનસભામાં આપી.
વ્હાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં એક વર્ષમાં ૧૧૬૯ લાભાર્થીઓને રુ.૧૨,૮૫,૯૦, ૦૦૦ ની સહાય મંજૂર કરવામાં આવી છે. આ માહિતી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ આપી.

મહિલા બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં 2023 ના વર્ષમાં ૧૧૬૯ લાભાર્થીઓએ લાભ લીધો. આ અંતર્ગત રુ.૧૨,૮૫,૯૦,૦૦૦ ની સહાય મંજૂર કરવામાં આવી છે.
વિધાનસભા ખાતે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા પાત્રતા અંતર્ગત જવાબમાં જણાવ્યું કે, તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
આ ઉપરાંત દંપતીને પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને, દંપતીની આવક ૨,૦૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ, પુખ્ત વયે લગ્ન થયેલ હોવા જોઈએ તેમજ લાભાર્થીએ દીકરીના જન્મથી એક વર્ષ માં અરજી કરવાની રહેશે.












Click it and Unblock the Notifications
