અરવલ્લીઃ શામળાજી ચેકપોસ્ટ પર SRP જવાન પર હુમલો

Subscribe to Oneindia News

અરવલ્લી જિલ્લાના શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર નશાની હાલતમાં આવેલા શખ્સે એસઆરપી જવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. એસઆરપી જવાન ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.

arvalli

ત્યાં સોમવારે મોડી રાત્રે આરટીઓ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા એસઆરપી જવાન પર દારૂ પીધેલી હાલતમાં બાઇક લઇ આવેલા એક યુવકે ઓચિંતો તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. જેથી પોતાના બચાવમાં હાથ વચ્ચે ધરી દેતા એસઆરપી જવાન ઇજાગ્રસ્ત થયો હતો. નશાની હાલતમાં આવેલ શખ્સ જવાન પર હુમલો કરી બાઇક અને છરી ત્યાં જ નાખી દઈ ફરાર થઇ ગયો હતો. સદર બાબતે ઇજાગ્રસ્ત એસઆરપી જવાને શામળાજી પોલીસ સ્ટેશનમાં હુમલાખોર ફરાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ પહેલાં એક માસ અગાઉ ચેકપોસ્ટ પર હુમલો કરી આરટીઓ અધિકારીને ઇજાગ્રસ્ત કરાયા હતા.

શામળાજી પાસે આવેલી દેશની પ્રથમ આવક ધરાવતી ચેકપોસ્ટ આવા હુમલા તથા તોડફોડ બાબતે હંમેશા વિવાદમાં રહેતી હોય છે. શામળાજી ચેકપોસ્ટને ડિજિટલ કર્યા પછી તમામ કામગીરી ઓન લાઇન થાય છે. જેથી ગેરકાયદે ઘુસણખોરી બંધ થઇ જતા અસામાજિક તત્વોની આવક બંધ થઇ ગઈ છે, જેને કારણે આસપાસના અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે.

English summary
Attack on SRP officer at Shamlaji check post in Arvalli district.
Please Wait while comments are loading...