Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી વધીને 19 ફૂટે

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી વધીને 19 ફૂટે

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી વધીને 19 ફૂટે

નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોડાયેલા પાણીના કારણે હાલ જળસપાટી 125.89 મીટરે પહોંચી છેઅને ડેમ 3.97 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. તો ભરૂચના નર્મદા નદી પર આવેલા ગોલ્ડન બ્રિજની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ પાણીન સપાટી 19 ફૂટે મંગળવારે નોંધાઇ હતી. તો બીજી તરફ સરદાર સરોવરમાં હાલ ત્રણ લાખ ૩૮ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. અને કેનાલ હેડના પાવર હાઉસના પાંચ ટર્બાઇન ચાલુ કરાયા છે. તો ઓમકારેશ્વર ડેમમાંથી ત્રણ લાખ પાંસઠ હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે.

કિડની કૌભાંડનો સૂત્રધાર પોલીસ જાપ્તામાંથી ફરાર

કિડની કૌભાંડનો સૂત્રધાર પોલીસ જાપ્તામાંથી ફરાર

આણંદના ચકચારી કિડની રેકેટમાં દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી ઝડપાયેલા ડોક્ટર અમિત રાવતને આણંદ પોલીસ દિલ્હીથી રાજધાની ટ્રેનમાં અમદાવાદ લાવતી હતી ત્યારે અજમેર પાસેથી આરોપી કોન્સ્ટેબલ તથા પીઆઇ હરેશ વોરાને ફંદામાંથી ભાગી ગયો હતો. તે સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ગત અઠવાડિયે ફરીથી પેટલાદની કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીએ રિમાન્ડ દરમિયાન ગુંડગાંવમાં રહી ભાડેના મકાનમાં કિડનીનું ઓપરેશન કરતો હોવાની કબૂલાત કરી હતી.

 આપના આશુતોષે ટોલ માફી મુદ્દે ગુજરાત સરકારને આડે હાથે લીધી

આપના આશુતોષે ટોલ માફી મુદ્દે ગુજરાત સરકારને આડે હાથે લીધી

આપના નેતા આશુતોશ તથા સંજય સિંગ નવસારીમાં હાજર રહ્યા હાતા તે સમયે તેમણે ટોલ માફી મુદ્દે ગુજરાત સરકારને આડે હાથે લીધી હતી. આપ નેતા આશુતોષે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બે વાતો કરે છે જે યોગ્ય નથી એક મુખ્યમંત્રી ટોલ ટેક્સ નાબૂદ કરવાની વાત કરે છે જ્યારે બીજા નવા મુખ્યમંત્રી આ બાબતે વિચાર કરવાનું કહે છે. તો નાગરિકોએ કોના પર ભરોસો કરવો એમ કહેતા ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. આશુતોષે નવસારી મુલાકાત દરમિયાન આદિવાસી કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને તેમની સમસ્યાઓની ચર્ચા કરી હતી.

વલસાડમાં પૂરથી 1200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

વલસાડમાં પૂરથી 1200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

વલસાડમા ગત અઠવાડિયે ભારે વરસાદથી આવેલા પૂરને લીધે ભારે ખાનાખરાબી થઈ હતી. નગર પાલિકા દ્વારા સ્થળાંતર કરાયેલા તથા નુકસાન ભોગવી ચૂકેલા પરિવારનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે નીચાણવાળા વિસ્તારોમાં 1200થી વધુ પરિવારની હાલત કફોડી થઇ છે.પાલિકાએ છેલ્લા 3 દિવસથી હાથ ધરેલા સર્વેમાં આ હકીકત જાણવા મળી હતી.

 હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપ ઉપર આઇટીની રેડ

હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપ ઉપર આઇટીની રેડ

રાજકોટના જાણીતા હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપ ઉપર આઇટી વિભાગના દરોડા પડ્યા છે. ગ્રુપના પચાસથી વધુ સ્થળો પર આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ કાર્યવાહીમાં ૪પથી વધુ અધિકારીઓ જોડાયા છે. વહેલી સવારથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. કંપનીએ હાલમાં જ રાજસ્થાનમાં ૧૩૦૦ કરોડનો પ્‍લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ કંપની ચર્ચામાં આવી હતી. આઇટીના સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં કાળુ નાણુ બહાર આવે તેવી શક્યતા છે.

સિંહ દિવસની ઉજવણીમાં ગીર સોમનાથના બાળકો જોડાયા

સિંહ દિવસની ઉજવણીમાં ગીર સોમનાથના બાળકો જોડાયા

આજે વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ખાતે શાળાના બાળકોએ સિંહના માસ્ક પહેરીને રેલી કાઢી હતી અને સૌરાષ્ટ્ર તથા ગુજરાતન શાન સમા એશિયાટિક લાયનના સંવર્ધન તથા સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.

સિંહ દિવસ પણ સિંહ સુરક્ષિત નહીં!

સિંહ દિવસ પણ સિંહ સુરક્ષિત નહીં!

જોકે ગુજરાતમાં સિંહોના સંરક્ષણની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં ગીરમાં આશરે 179 સિંહના મોત થયાં છે. એક તરફ તો ગીરના સિંહ ગુજરાતનું ગૌરવ ગણાય છે, પરંતુ તેની સુરક્ષા બાબતે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તે વાત પણ એટલી જ મહત્વની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X