Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સાળંગપુર ખાતે કરશે પ્રમુખસ્વામીના દર્શન

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સાળંગપુર ખાતે કરશે પ્રમુખસ્વામીના દર્શન

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બપોરે સાળંગપુર ખાતે આવશે અને અક્ષરના વાસી બનેલા પૂજય પ્રમુખ સ્વામીના દર્શન કરશે. પ્રધાનમંત્રી મોદી ધ્વજવંદન કર્યા બાદ બપોરે ગુજરાત આવવા નીકળશે અને આવીને પ્રમુખ સ્વામીના અંતિમ દર્શનનો લાભ મેળવશે. ઉલ્લેખનીય છેકે નરેન્દ્ર મોદી પૂજય પ્રમઉખ સ્વામીની સાધુતા અને કાર્યશૈલી થી ઘણા પ્રભાવિત હતા અને તેમણે ટ્વીટ કરીને પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે રેલ્વે દોડાવશે વિશેષ ટ્રેન

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે રેલ્વે દોડાવશે વિશેષ ટ્રેન

બીએપીએસના અનુયાયીઓ સ્વામીશ્રીના દર્શને સરળતાથી પહોંચી શકે તે માટે રેલ્વે વિભાગે વિશેષ ટ્રેન દોડાવાવનું નક્કી કર્યું છે. રેલવે વિભાગે મુંબઈથી ભાવનગર સુધી સ્પેશીયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન ઉપડીને ભાવનગર આવશે. આજે મુંબઈથી રાત્રે 10.10 વાગ્યે ઉપડતી આ ટ્રેન આવતીકાલે સવારે 10.10 વાગ્યે ભાવનગર પહોંચશે જે બાદ આવતીકાલે સાંજે 6.50 એ ઉપડીને આ ટ્રેન બીજા દિવસે સવારે 7.25એ મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં 2 સેકન્ડ એસી, 7.25એ મુંબઈ પહોંચશે.આ ટ્રેનમાં 2 સેકન્ડ એસી., 2 થર્ડ એસી અને 11 સ્લીપર કોચ રહેશે. ટ્રેન બોરીવલી સુરત વડોદરા અમદાવાદ અને બોટાદ ઉભી રહેશે.

સાળંગપુર ખાતે ઇન્ચાર્જ ડીજીપી દ્વારા ટ્રાફિક નિયમન અંગે ખાસ વ્યવસ્થા

સાળંગપુર ખાતે ઇન્ચાર્જ ડીજીપી દ્વારા ટ્રાફિક નિયમન અંગે ખાસ વ્યવસ્થા

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થઇ ગયા છે આવા સમયે લાખોની સંખ્યમાં હરિભક્તો પ્રમુખસ્વામીના અંતિમ દર્શન કરવા માટે સાળંગપુર જઈ રહ્યા છે આવા સમયે મોટી સંખ્યામાં જનમેદની સાળંગપુર ખાતે ઉમટી પડે એ સ્વાભાવિક છે ત્યારે હરિભક્તો અને અન્ય દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારે અડચણ ઉભી ના થાય સાથે જ રસ્તાઓ પર ટ્રાફિકજામના સર્જાય અને શાંતિ અને સલામતી જળવાઈ રહે તેના માટે ઇન્ચાર્જ ડીજીપી દ્વારા તમામ જિલ્લાના એસપી અને તમામ પોલીસને એલર્ટ રહી તમામ પ્રકારે સુવિધા અને સલામતી જળવાઈ રહે તેના માટે સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ હાઇવે પર જામના સર્જાઈ તે માટે પણ તમામ પ્રકારે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવા માટે આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદ સહિતના શહેરોથી પોલીસ અધિકારીને બંદોબસ્ત જળવાઈ રહે તેના માટે સાળંગપુર ખાતે મોકલવામાં આવ્યા છે

ગુજરાતમાં ત્રિરંગા યાત્રા યોજાશે

ગુજરાતમાં ત્રિરંગા યાત્રા યોજાશે

70મા સ્વતંત્ર્ય પર્વને આન-બાનથી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામથકે સ્વાતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં આ યાત્રા નિકળશે.

અમદાવાદમાં રખડતી ગાયોને લીધે અકસ્માતો વધ્યા

અમદાવાદમાં રખડતી ગાયોને લીધે અકસ્માતો વધ્યા

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા ઉપર રખડતાં ઢોર અને તેમાંય ખાસ કરીને ગાયોનો ઉપદ્રવ વધી ગયો છે. રસ્તા ઉપર બેસતી ગાયોનાં કારણે નાના-મોટા અકસ્માતોનુ પ્રમાણ પણ વધી ગયું છે. આ રખડતાં ઢોર જોઇનેે વાહનચાલકો મુંઝાઇ જાય છે અને અકસ્માત સર્જી બેસે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X