For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશુભાઇને મળ્યા વિજય રૂપાણી અને નીતિન પટેલ

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નર્મદા ડેમ મધરાત્રે થયો ઓવરફલો

નર્મદા ડેમ મધરાત્રે થયો ઓવરફલો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પરનો સરદાર સરવોર ડેમ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ઓવરફલો થયો હતો. મોડી રાત્રે નર્મદા ડેમની સપાટી 121. 92ને સ્પર્શી ગઈ હતી. નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 6થી 8 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો હોવાથી રીવર બેડના ટર્બાઇન પણ ચાલુ કરવામાં આવ્યા છે.

કચ્છમાં મેઘરાજા રીઝ્યા, ગાંધીધામ ભચાઉ સહિત કચ્છમાં મેઘમહેર

કચ્છમાં મેઘરાજા રીઝ્યા, ગાંધીધામ ભચાઉ સહિત કચ્છમાં મેઘમહેર

કચ્છમાં મેઘરાજી રીજ્યા હોય તેમ ભચાઉ, ગાંધીધામ, ખાવડા, રાપરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો આનંદિત થઈ ગયા હતા. તો વડામથક ભૂજમાં પાણીની આવક થતા મુખ્ય હમીરસર તળાવ ભરાવા માંડતા હમીરસરમાં પાણી જોવા ભૂજના નગરજનો ટોળે ળ્યા હતા. ખાવડા પંથકમાં ધોધમાર પાંચ અને રાપરમાં સાંજે બે કલાકમાં અઢી ઇંચ જેટલી મહેર થતાં માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં, તો નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણભેર પાણી ભરાયાં હતાં.

દાહોદમાં પાણીની લાઇનમાં ભંગાણને પગલે વીજળી ગુલ

દાહોદમાં પાણીની લાઇનમાં ભંગાણને પગલે વીજળી ગુલ

દાહોદમાં દુધિમતી નદીમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનમાં ગુરુવારની રાત્રે ભંગાણ થતાં પાણીના વીસ ફૂટ ઉચાં ફૂવારા ઉડ્યા હતાં. અને તેના પરિણામે પાણીની લાઇન પરથી પસાર થતી 11 કિવો વોટના હાઇટેન્શન લાઇનને પાણીના ફુવારા અડતા સબ સ્ટેશન બંધ કર્યુ હતું. જેના કારણે વરસાદ તથા બફારાની પરિસ્થિતિમાં લોકો ગરમીથી ત્રસ્ત થઈ ઉઠ્યા હતા. છેવટે શુક્રવારે આ ભંગાણ રિપેર થતા વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણીની લાઇન ફાટીત્યારે તેના એક છેડે તાત્કાલિક અસર રૂપે મોટો પત્થર મૂકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં અમૂલ્ય પાણી વહી ગયું હતું.

અંકલેશ્વર પાસે ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, ચાલકનું મોત

અંકલેશ્વર પાસે ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, ચાલકનું મોત

અંકલ્શેવરના વાલિયા તાલુકાનાં દેશાડ ગામના ધ્રુવિરાજસિંહ અટોદરિયા ભરુચ એબીસી કંપનીમાં નાઈટ શિફ્ટમાંથી પરત થઈ રહ્યા હતા ત્યારે વેગનઆરને GJ-01-HF-5609 ટ્રકે ટક્કર મારી હતી. કોંઢ વિસ્તારમાં આવતા વળાંકે લાગેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે તને કારણે કારના ફુરચે ફૂરચા ઉડી ગયા હતા. અને કારચાલકનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

રવિવારે વિજયરૂપાણીનું 12-40 થશે રાજ તિલક

રવિવારે વિજયરૂપાણીનું 12-40 થશે રાજ તિલક

ગુજરાતના નવા મુખ્યમંત્રી તેવા વિજય રૂપાણી અને તેમનું નવુ મંત્રીમંડળ રવિવારે 12-40ના વિજય મૂર્હતમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ લઇને પદભાર સંભાળશે.

કેશુભાઇને મળ્યા વિજય રૂપાણી અને નીતિન પટેલ

કેશુભાઇને મળ્યા વિજય રૂપાણી અને નીતિન પટેલ

ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કેશુબાપાની મુલાકાત લઇને તેમના આશીર્વાદ લીધા હતા. કેશુભાઇએ પણ તેમની નિયુક્તિ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

સુરતમાં સિટી બસના કર્મચારીઓની હડતાળ

સુરતમાં સિટી બસના કર્મચારીઓની હડતાળ

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરાતી હેરાનગતિના આરોપને લઈને સીટી બસ સેવાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સીટીબસ સેવામાં બ્રેક લાગતા મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે. તેમજ શાળા કોલેજ તથા નોકરીએ જનારા લોક આજે બસ સેવા બંધ રહેતા પરેશાન થઈ ઉઠ્યા હતા. બસના કર્મચારીઓએ પોતાની સમસ્યાનું નિરાકારણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ન સમેટવા મકક્મ છે.

જેતપુરમાં કીચડથી પરેશાન નાગરિકોએ રાદડિયાના પોસ્ટર લગાવ્યા

જેતપુરમાં કીચડથી પરેશાન નાગરિકોએ રાદડિયાના પોસ્ટર લગાવ્યા

રાજકોટના જેતપુરમાં વરસાદ બાદ રસ્તા પર ફેલાયેલા કાદવ કીચડના સામ્રાજ્યથી પરેશાન નાગરિકોએ પોસ્ટર લગાવીને ધારાસભ્ય સામે રોષ દાખવ્યો છે.શહેરના ગેલેક્ષી ચોક, વઘાસિયા ચોરો પર જેતપુરના ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાના ફોટાવાળા પોસ્ટર લાગ્યા છે. જેમાં ફોટાની ઉપર મોટા અક્ષરમાં ગુમ થયેલ છે.તેવી નોંધ છે.આ સિવાય આ પોસ્ટરમાં પ્રજા કાદવ-કીચડમાં, નેતાઓ મહેલમાં તેવા સ્લોગન પણ લખવામાં આવ્યા છે. તેમજ નેતા ખોવાયા છે તેવું લખાણ પણ લખવામાં આવ્યું છે.

વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર બની

વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર બની

વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર બનતા તંત્ર સાબદુ થયું હતું અને નદીના તટમાં રહેતા લોકોને એલર્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

English summary
Read here today's gujarat top local news with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X