For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચાર કરશે રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

baba-ramdev
ગાંધીનગર, 30 ઑક્ટોબર: છેલ્લાં કેટલાક દિવસોથી ચૂપ બેસેલા બાબા રામદેવ ફરી એકવાર પોતાનું મોં ખોલ્યું છે અને કહ્યું છે કે તે કોંગ્રેસ વિરૂદ્ધ ગુજરાતમાં પ્રચાર કરશે અને લોકોને કહશે કે પોતાનો અમૂલ્ય વોટ કોંગ્રેસને આ આપે અને દેશને ભષ્ટ્રાચાર મુક્ત બનાવે જો કે તેમને સ્પષ્ટ કહ્યું છે કે તેમનો પ્રચાર કોંગ્રેસ વિરૂદ્ધ હશે પરંતુ ભાજપના પક્ષમાં નહી.

તે લોકોને કહેશે કે જે ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેને જ વોટ આપવો, તે તેમનું સમર્થન કરશે જે કોંગ્રેસને હરાવી શકે. જો કે બાબા રામદેવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને તેમને કહ્યું હતું કે તે સન્માનિય અને ઇમાનદાર નેતા છે.

બાબા રામદેવ આજે ભાવનગર જિલ્લાના અમલપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને ત્યારબાદ હાલોલ, નડિયાદ, ડાકોર, ઠાસરા, અમદાવાદ, બિલિમોરા, ચીખલી, અમલસાડ, નાના પોંઢા, સેલવાસ સહિત અન્ય વિસ્તારોની મુલાકાત લેશે. બાબા રામદેવે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશનું કેન્સર છે જો તેને કાપી ફેંકવામાં નહી આવે તો તે આખા દેશને ભરખી જશે.

આટલું જ નહી બાબા રામદેવે અરવિંદ કેજરીવાલની નિતીઓને સમર્થન કરતાં કહ્યું હતું કે અમારી બંનેની લડાઇનો હેતુ એક છે પણ બસ રીતે અલગ-અલગ છે. કેજરીવાલ રાજનિતીમાં જવા માંગે છે અને હું રાજનિતીથી દૂર રહીને ભષ્ટ્રાચાર સામે લડવા માંગું છું. રામદેવે સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સોનિયામાતાએ ગુજરાતની ગૃહિણીના રસોડામાં આગ લગાવી છે.

હું અને રાહુલ બંને એક એક જ કામ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી કોંગ્રેસને અંદરથી નષ્ટ કરી રહ્યાં છે જ્યારે હું કોંગ્રેસને બહારથી નષ્ટ કરી રહ્યો છું. કેન્દ્રીય મંત્રીમંડળના ફેરબદલના મુદ્દે રામદેવે કહ્યું હતું કે દેશનું નિર્માણ ચહેરા બદલવાથી નહીં, ચારિત્ર્યવાન વ્યક્તિથી થાય છે.

ગુજરાત સાથે મારે ૨૦ વર્ષ જૂનો સંબંધ છે, ગુજરાત મારી કર્મભૂમિ છે. ગુજરાત માટે મને 'પ્રેમ' છે, ગુજરાત પર એક ગુજરાતી જેટલો જ મારો 'અધિકાર' છે.

English summary
Yoga Guru Baba Ramdev to campaign against Congress in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X