For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ગ્રામ સોનાના સિક્કાના મુદ્દે અનિલ અંબાણી વિરૂદ્ધ વોરંટ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 જાન્યુઆરી: ગુજરાતની એક ગ્રાહક સુરક્ષા કોર્ટે રિલાયન્સ કેપિટલ પ્રમુખ અનિલ અંબાણી વિરૂદ્ધ પાંચ ગ્રામ સોનાના સિક્કા માટે કથિત રીતે વધુ રકમ વસૂલવાને લઇને જામીન વોરંટ જાહેર કર્યું છે.

એસ કે પાંડ્યાની અધ્યક્ષતાવાળા સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ મંચે એક જાન્યુઆરીના રોજ અનિલ અંબાણી વિરૂદ્ધ જામીન વોરંટ જાહેર કરી તેમને 20 જાન્યુઆરી સુધી ઉપભોક્તા મંચ સમક્ષ ઉપસ્થિત થવા અથવા 2000 રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું. ગ્રાહક સુરક્ષા મંચના અન્ય સભ્યોમાં એ સી પાંડ્યા અને એસ એ પટેલ પણ સામેલ છે.

anil-ambani

ગ્રાહક સુરક્ષા મંચે પોતાના આદેશમાં કહ્યું અનિલ ધીરૂભાઇ અંબાણી પર ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986ની કલમ 11 (જિલ્લા મંચના અધિકાર ક્ષેત્ર), કલમ 12 (કયા પ્રકારે ફરિયાદ કરવી જોઇએ) અને કલમ 27 (દંડ) હેઠળ આરોપ લગાવ્યા હતા. ગ્રાહક સુરક્ષા મંચે કહ્યું કે તે વ્યક્તિ (અનિલ અંબાણી) 2000 રૂપિયાની જામીન રકમથી પોતાના જામીન આપશે. અનિલ અંબાણી સમૂહના કોઇ પ્રવક્તા ટિપ્પણી માટે અત્યારે હાજર થયા નથી.

સુરેન્દ્રનગરના સાયલા શહેરના નિવાસી સેતુભા જાડેજાએ આરોપ લગાવ્યો હતો કે રિલાયન્સ મનીએ 7 જાન્યુઆરી 2011ના રોજ સોનાના એક સિક્કા પર બજાર કિંમતથી તેમની પાસેથી લગભગ 1000 રૂપિયા વધુ વસુલ્યા હતા.

English summary
Bailable warrent against Anil Ambani in 5gm Gold coin case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X