બનાસકાંઠા:71 વર્ષના વૃદ્ધે 13 વર્ષની બાળા પર કર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

બનાસકાંઠાના દાંતા તાલુકામાં સમાજને કલંક રૂપ ઘટના બની છે. એક તરફ દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યુ હતુ, તો બીજી તરફ એજ દિવસે બનેલી દુષ્કર્મની ઘટનાએ સમાજને તમાચો માર્યો છે. ગુજરાતના દાંતા તાલુકાના વશી ગામમાં એક સગીરા પર વયોવૃદ્ધે દુષ્કર્મ કર્યું છે. આ ગામની 13 વર્ષની બાળકીને 71 વર્ષનાં વૃદ્ધે પોતાની હવસનો શિકાર બનાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વશી ગામમાં 15મીના રોજ સવારે 11વાગ્યે 71વર્ષના કલાજી રૂપાજી ઠાકોરે 13 વર્ષની બાળકીને મસાલો ખાવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ આ કુકર્મ આચર્યું હોવાનુ બહાર આવ્યુ છે.

banaskanth

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બાળકીની માતાએ તેને કોઈ વસ્તુ લેવા માટે 11 વાગ્યાની આસપાસ દુકાને મોકલી હતી ત્યારે આરોપી કાનજી ઠાકોર તેને ફોસલાવીને માવો ખવડાવાની લાલચ આપી પોતાના ઘરે લઇ ગયો હતો. આ વાતની જાણ થતા તેની માતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાળકીની માતાએ આ સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી.
આ અંગે પરિવાર જનોએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વૃદ્ધને ઝડપી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો હતો.

English summary
Banaskantha : 13 year old minor girl was rape by 71 year old man
Please Wait while comments are loading...