For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Crime: 100 રૂપિયા માટે જીવ ગુમાવ્યો, ખરાબ આદતોએ જીવ લીધો

જુગાર, દારૂની ખોટી લત મોતના દરવાજા સુધી લઇ ગઇ. બનાસકાંઠાના નાનકડા ગામમાં એક માણસનું ખૂન થઇ ગયું કારણ હતું 100 રૂપિયા!

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકા પાસે આવેલા મલાણા ગામે કંઇક તેવું બન્યું જે જોઇને ખરેખરમાં તે વિચારતું કરી દે છે કે માણસ જીવની કિંમત ખરેખરમાં કોડી સમાન છે? કે પછી ખોટા રવાડે ચઢવાના લીધે માણસ સારા કે ખરાબની સમજ ખોઇ બેસે છે કે શું? આવું જ કંઇક બન્યું મૃતક જયંતિભાઇ સાથે. જુગાર રમવાની એક કુટેવે મૃતક જયંતીભાઈ બોરોટને મોતને ઘાટ ઉતારી દીધા. ખબર મુજબ તેમના જ સાથી મિત્ર દ્વારા ૧૦૦ રૂપિયા ન આપવાના કારણે તેમની કરપીણ હત્યા કરવામાં આવી.

crime

Read also : પાટણઃ બે જૂથો વચ્ચેની હિંસક અથડામણમાં વધુ 1નું મોતRead also : પાટણઃ બે જૂથો વચ્ચેની હિંસક અથડામણમાં વધુ 1નું મોત

મલાણા ગામની સીમ પાસે થોડા દિવસ અગાઉ એક લાશ આવી જે ગામના યુવક જયંતીભાઈ બારોટની હતી. પાછળથી પોલીસે આ તપાસ કરાવી. પરિવારજનોએ પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું કે જયંતિભાઇને દારૂ અને જુગાર રમવાની ખોટી લત હતી. અને કદાચ આ તકરારે જ તેમનો જીવ લીધો હશે. જે મામલે પોલીસે તપાસ હાથધરી હતી. પણ જ્યારે મૃતકના સાથીઓની પોલીસ દ્વારા ઉલટ તપાસ થઇ તો ચોંકવનારી જાણકારી બહાર આવી. જયંતિભાઇના નાણાં ઉધાર ન આપતા મામલો ઝગડો થતા આ હત્યા થઇ તેમ પોલીસ તપાસમાં બહાર આવ્યું. ભુપુત ભાઈને જયંતિભાઇ ૧૦૦ રૂપિયા ન મળતા, ભુપુતભાઇ દ્વારા જયંતીભાઈની પથ્થરના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જેનું કબૂલાત છેવટે ભુપતભાઇએ પોલીસ સામે કરી હતી.

English summary
Banaskantha: Death because of 100 rs? Read this crime story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X