બનાસકાંઠામાં તબાહી પછી, બહાર આવી એક પછી એક 17 લાશો

Written By:
Subscribe to Oneindia News

બનાસકાંઠામાં પૂર જેવી જે સ્થિતિ છે તેનું સૌથી વરવું રૂપ હવે ધીરે ધીરે બહાર આવતું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના ખારિયા ગામમાં એક પછી એક કુલ 20થી વધુ શબો મળી આવ્યા છે. જેમાં સૌથી મોટી દુખની વાત એ છે કે એક જ પરિવારના 17 લોકોની મોત થઇ હોવાનું જાણવામાં આવ્યું છે. પૂરમાં ફસાઇ જતા અને યોગ્સ સમયે સહાય ના મળતા આ તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે. આસપાસના ગામના લોકો દ્વારા તેમના મૃતદેહ નીકાળ્યાની ખબર મળતા જ તંત્ર સમેત સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હવે પહોંચ્યા છે. પણ ત્યાં સુધીમાં જે થવાનું હતું તે થઇ ગયું છે.

Banaskantha Flood

કાદવમાંથી નીકળતી એક પછી એક લાશોએ સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધુ હતું. ખારિયામાં ઠાકોર પરિવારના આ 17 સભ્યો છે તેવું જાણવા મળ્યું છે. તો અન્ય ગામોમાંથી પણ હવે આ રીતે એક પછી એક મૃતદેહો મળી રહ્યા છે. જેને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા આ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. ત્યારે હવે પાણી ઓસરતા મૃતકોની સંખ્યા વધશે તેવી ભીતી પણ ઊભી થઇ છે.

Banaskantha Flood
English summary
Banaskantha Flood : 17 member of one family found dead in khariya. Read more details over here.
Please Wait while comments are loading...