બનાસકાંઠા: PMએ જેની મુલાકાત લીધી, ત્યાં ગ્રાઉન્ડ લેવલ સ્થિતિ

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠા, ગુજરાતનો એક સૂકો ગણાતો પ્રદેશ આજે જળબંબાકાર છે. ધાનેરા જેવા ગામોથી લઇને ડીસાની આસપાસ તેવા અનેક ગામો છે જે આ જલપ્રલયના કારણે બેટમાં ફેરવાઇ ચૂક્યા છે.અને કદાચ આ જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેની હવાઇ મુલાકાત કરી જાણકારી મેળવી હતી. સાથે જ પીએમ 500 કરોડની સહાય પણ જાહેર કરી છે. પણ બનાસકાંઠાની જે ગ્રાન્ડ લેવલ પર સ્થિતિ છે તે ખરેખરમાં દયનીય છે. અત્યાર સુધી 10 લોકોએ આ અતિવૃષ્ટિમાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે. એટલું જ નહીં બનાસકાંઠાના ગ્રાન્ડ લેવલના સાચા હિરો આપણી સેના, એરફોર્સ એનડીઆરએફના જવાનો છે. જેમણે ખરાબ વાતાવરણ, વિષમ પરિસ્થિતિને પડકાર આપીને પણ અનેક લોકોના જીવ બચાવ્યા છે. જુઓ તસવીરો.

રાહત કાર્ય

રાહત કાર્ય

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 3 હેલિકોપ્ટરોની મદદથી અવરત ફૂડ પેકેટ અને પાણીના પાઉચ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હેલિકોપ્ટર મારફતે ૧,૪૬,૦૦૦થી પણ વધુફુડ પેકેટો અને હજારો પાણીના પાઉચનું વિતરણ કરાયું.

રાહત કાર્ય

રાહત કાર્ય

સાથે જ એન.ડી.આર.એફ.ની ટીમો, એર લીફટીંગ માટે ૩ હેલીકોપ્‍ટર્સ ઉપરાંત આર્મીની-૧, બી.એસ.એફ.ની-૨ અને એસ.આર.પી.ની-૨ ટીમોના જવાનો વ્‍યાપક પ્રયાસો કરી રહ્યા છે. મંગળવાર સુધીમાં ૬૦૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે. અને ૨૨,૭૨૫ લોકોને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્યા છે. વળી સ્‍થળાંતર કરાયેલા લોકોને રહેવા-જમવા સહીત તમામ સુવિધાઓ પણ તંત્ર દ્વારા અપાઇ રહી છે. અને અનેક સામાજીક સેવાઓ દિવસ રાત આ કામમાં લાગેલી છે.

સેવાભાવીઓને ધન્ય છે!

સેવાભાવીઓને ધન્ય છે!

ભૂકંપ હોય કે પૂર ગુજરાતમાં જ્યારે આફત પડી છે ગુજરાતીઓ મદદ કરવામાં કદી પાછા નથી પડ્યા. આ વખતે પણ બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે વડોદરા, કપડવંજ, આણંદ, અમદાવાદ અને મહેસાણાથી પણ ફૂડપેકેટસ આવી રહ્યા છે.

જવાનોએ આપી હિંમત

જવાનોએ આપી હિંમત

ઉલ્લેખનીય છે કે લશ્‍કરના જવાનો દ્વારા બનાસકાંઠામાં ૩૦૦થી વધુ માણસોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. પૂરમાંથી બચેલા એક વ્યક્તિ જણાવ્યું કે "એક સમયે લાગતું હતું કે હવે નહીં બચાય. પણ સેનાની નાવ દેખાતા હિંમત બંધાઇ કે અમે બચી જઇશું. અને જુઓ હાલ અમે સહીસલામત છીએ. આ માટે અમે સેનાનો ખુબ જ આભારી છીએ."

મોટું નુક્શાન

મોટું નુક્શાન

ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં તરાજી થઇ છે. માણસોને તો બચાવાયા છે પણ અનેક પશુઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે. રસ્તાઓ ધોવાઇ ચૂક્યા છે. વધુમાં હજી પણ રાજસ્થાનમાં ભારે વરસાદ છે. અને બનાસકાંઠામાં પણ વરસાદ અવિરત પડી રહ્યો છે. તે જોતા સ્થિતિ આવનારા સમયમાં ચિંતાજનક રહેવાની છે.

English summary
Banaskantha Ground Report :See here the photos of Gujarat Flood.
Please Wait while comments are loading...