પશુઓમાં ખારવા-મોવાસા રોગને પહોંચી વળવા બનાસકાંઠાની 1962 ટીમ એક્શન મોડમાં
બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઇ ગ્રીન હેઠળ સર્વિસના સંયુક્ત ઉપક્રમે દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવખાના 19 અને 1 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે.
આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા નવીન 1 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી સારવાર મળી શકે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખરવા- મોવાસાના રોગના કારણે મુખ્ય થરાદ અને વાવ તાલુકાના ગામોમાં પશુપાલકોમાં ગભરાટ છે. આથી 12 મોબાઈલ પશુ દવાખાનાને સ્થાળાંતર કરી થરાદ અને વાવ તાલુકામાં ફાળવવામાં આવ્યા છે.
પશુચિકિતસ્ક અને તેમની ટીમ દ્વારા આ વિસ્તાર નું સર્વે કરી ને જે પશુઓ આ રોગમાં સપડાયેલ હોય તેમને યોગ્ય સારવાર આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
1962 હેલ્પલાઇનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ હાર્દિક બારોટ અને પ્રોજેક્ટ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા આ તમામ ટીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
