For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ભૂપેંદ્ર પટેલને ધમકી આપનારા બટુક મોરારીની ધરપકડ, 1 કરોડ માંગ્યા હતા!

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનારા બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ મહેશ ભગત બનાસકાંઠાનો રહેવાસી છે અને હવે પોલીસે તેને હવાલાતનો રસ્તો દેખાડ્યો છે. આ શખ્સે ગુજરાતન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનારા બટુક મોરારી બાપુની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ મહેશ ભગત બનાસકાંઠાનો રહેવાસી છે અને હવે પોલીસે તેને હવાલાતનો રસ્તો દેખાડ્યો છે. આ શખ્સે ગુજરાતના મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે બાદ પોલીસે એક્શનમાં આવીને આરોપીને હવાલાતમાં ધકેલ્યો છે.

Batuk Morari

આરોપી બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ ભગત બનાસકાંઠાનો રહેવાસી છે અને તે પોતાને કથાકાર તરીકે ઓળખાવે છે. આ બટુક મોરારીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમાં મુખ્યમંત્રીને સંભોધીને ધમકીઓ આપી હતી. આરોપી બટુક મોરારી વીડિયોમાં કહ્યું કે, ભુપેન્દ્ર પટેલે ગાદી પર રહેવું હોયો તો એક કરોડ રૂપિયા મોકલી આપે, નહીં તો તે ભુપેન્દ્ર પટેલને ગાદી પરથી ઉતારી દેશે, આ શખ્સે વીડિયોમાં પોતાનો પરિચય અને પોતાના મોબાઈલ નંબર સાથે મુખ્યમંત્રીને ખુલ્લેઆમ ધમકી આપીને પોતે મુખ્યમંત્રીને ગાદી અપાવી હોવાનો દાવો કર્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ બનાસકાંઠા એલસીબી અને વાવ થરાદ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આરોપીની ધરપકડ કરી હતી છે. સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી ધમકી આપનાર બટુક મોરારી બટુક મોરારી બનાસકાંઠાના વાવનો પ્રખ્યાત કથાકાર છે. આ આરોપીએ તમામ મર્યાદાઓ લાંઘતા મુખ્યમંત્રીને 11 દિવસમાં 1 કરોડ રૂપિયા આપવા કહ્યું હતુ, જો તેમ ન કરવામાં આવે તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવા અને મુખ્યમંત્રીને અકસ્માતમાં મારી નાંખવાની ધમકી આપી હતી.

English summary
Batuk Morari arrested for threatening CM Bhupendra Patel, demanded Rs 1 crore!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X