તહેવાર ટાણે ખરીદી કરતા પહેલા ચેતજો, માર્કેટમાં મળી રહ્યું છે AMULનું નકલી ઘી
આજકાલ રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે. કોર્ટ,કચેરી હોય કે અધિકારી હાલ એવી કોઈ પણ વસ્તુ બાકી નથી કે જે નકલી ઝડપાઈ ન હોય. ત્યારે હવે આ નકલી વસ્તુ તમારા આરોગ્ય સુધી પણ પહોંચ્યુ છે. હવે માર્કેટમાં નકલી ઘી પણ આવી ગયુ છે અને તે પણ અમૂલ જેવી પ્રસિદ્ધ બ્રાન્ડનું.
દિવાળીના તહેવારને હવે ગણતરી ના દિવસો જ બાકી છે. દિવાળી નિમિત્તે તમે ઘરે મીઠાઅમૂઈ બનાવવા ઘી લાવતા હતો. છૂટક ઘીમાં કરવામાં આવતી ભેળસેળને ધ્યાને રાખીને તમે બ્રાન્ડેડ કંપનીનું પેકિંગ વાળુ ઘી લાવતા હશો. પણ જો તમને જાણ થાય કે, આ પેકિંગ વાળા ઘી ભેળસેળ્યુ છે અને જે ઘી તમે ખરીદ્યુ તે તે કંપનીનું છે જ નહીં તો.

જી હા, હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે. તમે જે અમૂલનું પેકિંગ વાળુ ઘી વાપરો છો તે ડૂપ્લિકેટ છે અને અમૂલ દ્વારા જ આ નકલી ઘીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમૂલે તેના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નકલી ઘી અંગેની પોસ્ટ કરીને ગ્રાહકોને ચેતવણી આપી છે.
અમૂલ કંપની દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે, કેટલાક લેભાગુ અને લાલચી વેપારીઓએ બજારમાં અમૂલનું ઘી એક લિટરના રિફિલ પેકમાં વેચવામાં આવી રહ્યું છે. જો કે, આ એક લિટરના રિફિલ પેકનું ઉત્પાદન અમૂલે 3 વર્ષથી કર્યું જ નથી.
Issued in Public Interest by Amul pic.twitter.com/1dsJw4aTcW
— Amul.coop (@Amul_Coop) October 22, 2024
અમૂલે નકલી પ્રોડક્ટ્સથી બચવા માટે ડુપ્લિકેશન પ્રૂફ કોર્ટન પેકનો ઉપયોગ શરૂ કર્યું છે. આ નવા પેકેજિંગમાં એડવાન્સ એસેપ્ટિક ફિંલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. અમૂલની ISO-સર્ટિફાઈડ ડેરીમાં બનાવવામાં આવે છે. આ ટેક્લોજી ઉત્તમ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરે છે
અમૂલ દ્વારા ગ્રાહકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે અને ઘીની ખરીદી કરતા પહેલા પેકેજિંગને એક વખત ચકાસી લેવાની અપીલ પણ કરવામાં આવી છે. જો ગ્રાહકોને કોઈ અન્ય પ્રશ્ન હોય તો 1800 258 3333 નંબર પર સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
