For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સટ્ટા બજારે પણ કહ્યું, ગુજરાતમાં ભાજપના વિજયની સંભાવના પ્રબળ

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સટ્ટા બજાર પણ તેજ થઈ જાય છે. સટ્ટાબજારમાં હાલ સૌથી વધુ ભાવ ભાજપનો બોલાઇ રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 મામલે ઓપિનિયન પોલ બાદ હવે બુકીઓએ પણ પોતાની ભવિષ્યવાણી કરી દીધી છે. ઓપિનિયન પોલની માફક જ સટ્ટા બજારમાં પણ ભાજપની જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં સટ્ટા બજારમાં તેજી આવી ગઇ છે. તેમના અનુમાન અનુસાર, કોંગ્રેસ ધીરે-ધીરે પગપેંસારો કરી રહ્યું છે, પરંતુ આમ છતાં ભાજપ હજુ પણ સૌથી લોકપ્રિય પક્ષ છે. રાજ્યમાં જોવા મળેલ અનેક આંદોલનો છતાં પણ આ વર્ષની ચૂંટણીમાં ભાજપ જ બાજી મારે એવી પૂરી શક્યતા છે.

65થી 70 રૂપિયાનો ભાવ ચાલે છે

65થી 70 રૂપિયાનો ભાવ ચાલે છે

ચૂંટણી નજીક આવતા જ બુકીઓ ખૂબ વ્યસ્ત થઇ ગયા છે. લેપટોપ અને મોબાઇલ દ્વારા ગુપ્ત ઓફિસોમાં તેમનું કામ શરૂ થઇ ગયું છે. હાલ સટ્ટા બજારમાં ભાજપના પક્ષમાં 65થી 70 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, ચૂંટણીની તારીખો નજીક આવતા-આવતા આ ભાવ પણ વધશે. આ ચૂંટણીઓમાં સટ્ટા બજાર અનુસાર ભાજપ જ હોટ ફેરવિરટ છે.

ભાજપને મળી શકે છે 102થી 105 બેઠકો

ભાજપને મળી શકે છે 102થી 105 બેઠકો

સટ્ટા બજારના અનુમાન અનુસાર, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 102થી 105 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 64થી 66 બેઠકો મળવાની શક્યતા છે. બુકીઓનું કહેવું છે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટો લગાવવામાં લોકો ઘણો રસ લઇ રહ્યાં છે. તેમના અનુમાન અનુસાર, હવેના દિવસોમાં કુલ હજાર કરોડનો સટ્ટો આ ચૂંટણીમાં લાગી શકે છે.

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

ચૂંટણી દરમિયાન હંમેશા સટ્ટા બજાર ખૂબ સક્રિય થઇ જાય છે. ક્રિકેટ મેચ દરમિયાન પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. આ વર્ષની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મહત્વ ખાસ વધ્યું છે, કારણ કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરીફાઇ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, આથી ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. બીજી બાજુ, કોંગ્રેસના રાહુલ ગાંધી પણ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ખૂબ પ્રયત્નો કરતા જોવા મળી રહ્યાં છે અને તેમના પ્રયત્નો કેટલેક અંશે સફળ પણ થઇ રહ્યાં છે.

18 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

18 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

ગુજરાતમાં આ વર્ષે બે તબક્કામાં મતદાન યોજાનાર છે. 9 ડિસમ્બર અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે અને ત્યાર બાદ 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. 9 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 14 ડિસેમ્બરના રોજ 93 બેઠકો પર મતદાન થશે.

English summary
betting in gujarat assembly election 2017 according bookies bjp is winning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X