બાલાજી વેફર્સના શોખિનો સાવધાન, પેકેટમાંથી મરેલો દેડકો નીકળતા ફરિયાદ
ગુજરાતની જાણીતી વેફર્સ બ્રાન્ડ બાલાજી વેફર્સ વિવાદોમાં ફસાઈ રહી છે. બાલાજી વેફર્સના પેકેટમાંથી મરેલો દેડકો નીકળતા હંગામો સર્જાયો છે.
અહેવાલો અનુસાર, જામનગરમાં બાલાજી વેફર્સ પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકની નજરમાં દેડકો નીકળતા મામલો ફૂટ શાખા સુધી પહોંચ્યો છે.

ગ્રાહકે દેડકાને લઈને મહાનગર પાલિકાની ફૂડ શાખાને ફરિયાદ કરીને પગલા ભરવા માંગ કરી છે. ફરિયાદ મળ્યા બાદ ફૂડ શાખાએસેમ્પલ લઇને તપાસ હાથ ધરી છે.
ફૂડ શાખાએ વેફર સહિતના નમુના લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, બાલાજી ક્રન્ચ વેફર બાલાજીની પ્રખ્યાત પ્રોડક્ટ છે. આ દેડકો તેમાંથી નીકળ્યો છે.
સમાચાર અનુસાર, ગ્રાહકે કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કરતા ઉડાઉ જવાબ મળ્યો હતો. બાલાજીની એજન્સીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો. હવે ગ્રાહકે કાર્યવાહી કરી છે.












Click it and Unblock the Notifications
