For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP,MP ગુજરાતમાં હડતાલની વ્યાપક અસર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી: સેન્ટ્રલ ટ્ર્રેડ યુનિયનોની હડતાલે દેશભરમાં સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી દિધું છે. ગુજરાતમાં લગભગ 12,000 કરોડથી વધુ બેંક અધિકારી અને 35,000થી વધુ બેંક કર્મચારી હડતાલ પર છે. રાજ્યમાં એસબીઆઇની 1100 બ્રાંચ છે અને બાકી સરકારી બેંકોની 2000 બ્રાંચ છે.

યુપીમાં રોડવેઝની બસો દોડી ન હતી તો બેંકો બંધ રહી હતી. જેથી સવારથી જ લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક અન્ય વિભાગના કર્મચારીઓએ પણ ઓફિસમાં આવીને વિરોધ વ્યક્ત કરતાં પોતાની માંગણીઓના સમર્થનમાં નારેબાજી લગાવી શકે છે. લખનઉમાં મોટી ઓફિસો બંધ રહી હતી કારણ કે કર્મચારીઓએ વિરોધ માર્ચ નિકાળી હતી. ગોવામાં પણ બેંકો બંધ રહી હતી સામાન્ય જનજીવન પર અસર વર્તાઇ ન હતી કારણ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સામાન્ય રીતે ચાલુ રહી હતી. લગભગ 2000 બેંક કર્મચારીઓએ શાંતિપૂર્ણ રેલી નિકાળી હતી. આ માઇનિંગનો કરી રહેલા લોકોએ પણ લેબર યુનિયનોનો સાથ આપ્યો હતો.

bus

મધ્યપ્રદેશમાં બેકિંગ કામકાજ ઉપરાંત વિમા સેક્ટર, પોસ્ટલ અને અન્ય કામકાજ ઠપ્પ રહ્યાં હતા. અહીંયા પણ યુપીએની ઇકોનોમિક અને મજદૂર વિરોધી પોલિસીઓનો વિરોધ થઇ રહ્યો હતો. ટ્રેડ યુનિયનો જોઇન્ટ ફ્રન્ટનો દાવો કર્યો હતો કે એક કરોડથી વધુ સંગઠિત બિન સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને હડતાલમાં ભાગ લીધો હતો.

પશ્વિમ બંગાળમાં બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. અહીંયા પણ ઓછી અસર જોવા મળી હતી. જો કે કલકત્તામાં કેટલીક જગ્યાએ દુકાનો, બજાર અને ઓફિસ બંધ રહ્યાં હતા સરકારી બસો અને ટ્રેમ પ્રાઇવેટ ગાડીઓ રસ્તાઓ પર જોવા મળી હતી. બેકિંગ કામકાજ ઠપ્પ રહ્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું હતું કે કર્મચારીઓની 100 ટકા હાજરી રહી હતી.

- કેરલમાં હડતાલની અસર જોવા મળી હતી, જ્યારે પશ્વિમ બંગાળમાં સામાન્ય અસર જોવા મળી હતી.

- બે દિવસની હડતાળ દરમિયાન ઉત્તર પ્રદેશના નોઇડામાં હિંસાના સમાચાર છે.

- કેન્દ્ર સરકારની જનવિરોધી નિતીઓ વિરૂદ્ધ લગભગ બધા જ મજદૂર સંગઠનો દ્રારા બે દિવસીય રાષ્ટ્રવ્યાપીના કારણે બેંક, વિમા અને અન્ય વ્યવ્યસાયિક સેવાઓની અસર મધ્યપ્રદેશમાં વર્તાઇ હતી.

- મોંધવારી, ભ્રષ્ટ્રાચાર, પગાર વધારો, એફડીઆઇના વિરોધ સહિતની માંગણીઓના સમર્થનમાં મજદૂર સંગઠનો દ્રારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાલની અસર ઝારખંડના વિભિન્ન વિસ્તારોમાં જોવા મળી હતી. અહીં મોટાભાગની સરકારી તથા ખાનગી બેંકો ખુલી નથી, રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યાં છે.

English summary
The strike call by Central trade unions hit normal life in Gujarat on Wednesday as workers from varied sectors, including transport and banking, refrained from work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X