Bharat bandh: સંજેલી નગરના બજારો રહ્યા સજ્જડ બંધ
Bharat bandh: અનામત થઈ રહેલી છેડછાડના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત સંજેલી નગરની દુકાનો, બજારો સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
અત્રે નોંધનીય બાબત છે કે, સંજેલીમાં નગરના વેપારીઓએ દુકાનો બંધ રાખી આદિવાસી સમાજના બંધને સમર્થન સાંપડ્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા 21 ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધમાં સંજેલી નગર પણ જોડાયું હતું.
જેમાં નાના મોટા વેપારીઓ દુકાનો, બજારો રાખ રાખી પોતાનું સમર્થન આદિવાસી સમાજને ખુલ્લો ટેકો જાહેર કરી સમર્થન જાહેર કર્યું હતું. ભારત બંધને પગલે સંજેલી નગરમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.

વિગત એવી છે કે, બંધના એક દિવસ પૂર્વ આદિવાસી સમાજ દ્વારા સંજેલી નગરમાં રેલી મારફતે સૌ વેપારીઓને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી હતું.
આ સાથે ભારત બંધમાં જોડાવવા સહકાર આપવા અપીલ કરી હતી. જેને લઈ આજરોજ સંજેલી નગરમાં સજ્જડ બંધ રાખી આદિવાસી, દલિત સમાજને ટેકો જાહેર કરી સમર્થન જાહેર આપ્યું છે.












Click it and Unblock the Notifications
