'ઘમંડી મોદી વિધાનસભા ચૂંટણી આણંદથી જીતી બતાવે'

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે ‘તેમનામાં હિમ્મત હોય તો તેઓ આણંદથી ઉભા રહી ચૂંટણી જીતીને બતાવે.'
આણંદ ખાતે કોંગ્રેસ સભ્યોની સભાને સંબોધતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ મોદી ઘમંડી થઇ ગયા છે.. જો તેમને વિધાનસભાની ચૂંટણી જીતવા પૂરેપૂરો વિશ્વાસ હોય તો તેઓ આણંદથી ઉભા રહીને ચૂંટણી જીતીને બતાવે.'
અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં જનસભાને સંબોધન કરતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘તમામ બેઠકો પર ભાજપની જીત થશે. 2007માં ચૂંટણી થઇ ત્યારે સોનીયાએ પ્રચારની શરૂઆત છોટા ઉદેપુરથી કરી હતી. અને જીતનો મનોરથ સેવ્યો હતો. છોટાઉદેપુરની સીટ પર કોંગ્રેસ હારી ગઇ હતી. એમને થયું કે આદિવાસી પટ્ટીમાં દાળ ગળે એમ નથી. આથી આ વખતે રાજકોટ ગયા હતા. મારા શબ્દો લખી રાખજો કે રાજકોટની બધી જ બેઠકો પર ભાજપનો વાવટો ફરકશે.'












Click it and Unblock the Notifications
