મોંઘવારી માટે કોંગ્રેસ જ જવાબદાર : નરેન્દ્ર મોદી

કોંગ્રેસ, સોનિયા ગાંધી અને કેન્દ્રની યુપીએ સરકાર પર ચાબખા વરસાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 2009ની લોકસભા ચૂંટણીમાં સોનિયા અને કોંગ્રેસ પાર્ટીએ વચનો આપ્યો હતા કે કોંગ્રેસને જીતાડશો તો રોજાગારી આપીશું. તેમણે 100 દિવસમાં મોંધવારી ઘટાડવાનું વચન પણ આપ્યું હતું. તમે જ કહો 100 દિવસમાં મોંઘવારી ઘટી કે વધી?
જનસભાને સંબોધન કરતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ બેઠકો પર ભાજપની જીત થશે. 2007માં ચૂંટણી થઇ ત્યારે પ્રચાર શરૂઆત છોટા ઉદેપુરથી કરી હતી. અને જીતનો મનોરથ સેવ્યો હતો. છોટાઉદેપુરની સીટ પર કોંગ્રેસ હારી ગઇ હતી. એમને થયું કે આદિવાસી પટ્ટીમાં દાળ ગળે એમ નથી. આથી ગઇ કાલે રાજકોટ ગયા હતા. મારા શબ્દો લખી રાખજો કે રાજકોટની બધી જ બેઠકો પર ભાજપનો વાવટો ફરકશે.
સોનિયા ગાંધીએ ઉભા કરેલા સવાલોના જવાબ આપતા મોદીએ જવાબ આપ્યો કે દેશમાં જે મોંધવારી વ્યાપી છે તેના માટે કોંગ્રેસ અને યુપીએ જવાબદાર છે. સોનિયા ગાંધી ભાષણ આપતા ડરે છે. દેશમાં ફુગાવાના વધારા માટે પણ કોંગ્રેસ જવાબદાર. કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે. કોંગ્રેસે રોજગારીમાં વધારો કરવાને બદલે બેરોજગારીમાં વધારો કર્યો.












Click it and Unblock the Notifications
