ગુજરાત બજેટ: હોંશે હોંશે ગાજ્યા પણ સૌ ગુજરાતી રહી ગયા તરસ્યા

Subscribe to Oneindia News

બજેટ ને લઇ ગુજરાત કોંગ્રેસ ના તેમજ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, "રાજ્યની ભાજપ સરકારે જાહેર કરેલું બજેટ પ્રજાજનોને ભ્રમિત કરતું, ફક્ત જાહેરાતોનું બજેટ છે. ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ છે."

bharatsinh solanki

ભ્રમિત આંકડા રજૂ કરી મજાક કરી છે

"બજેટનું કદ મોટું છે અને રાજકોષીય ખાદ્ય વધીને 20000 કરોડ જેટલી થવા જાય છે. રાજ્યનું દેવું રૂપિયા 2.07 લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે અને નોટબંધીને કારણે આ દેવું હજુ વધશે, જે ગંભીર બાબત છે. રાજ્યની ભાજપ સરકારે આવકનો જે અંદાજ મૂક્યો છે તે શક્ય નથી અને નાણામંત્રીએ ફક્ત ભ્રમિત આંકડા રજૂ કરીને બજેટને મજાક સમાન બનાવી દીધું છે."

અહીં વાંચો - નીતિન પટેલના ગુજરાત બજેટ 2017ના મુખ્ય મુદ્દા

ખેડૂતો અને યુવાઓને લલચાવવાનો પ્રયાસ

"ભાજપના વડાપ્રધાનશ્રી ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના દેવાને માફ કરવાની વાત કરે છે, તો હજુ સુધી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ કર્યું નથી? હકીકતમાં આ બજેટ થકી ખેડૂતો અને યુવાનોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવાનોને રોજગારી આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. જ્યારે કોંગ્રેસની સરકાર યુવાનોને શૈક્ષણિક લાયકાત મુજબ રૂા. 3000/-, રૂા. 3500/- અને રૂા. 4000/- આપશે."

અહીં વાંચો - ગુજરાત બજેટ 2017માં શિક્ષણ ક્ષેત્રના ફાળે શું આવ્યું?

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંજૂસાઇ

"બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જોગવાઈના નામે ભાજપ સરકાર કટકી કરી રહી છે. બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ કોઈ જોગવાઈ કરાઈ નથી અને સુરક્ષા માટે મહત્વના એવા પોલીસ વિભાગના આધુનિકીકરણ માટે નજીવી રકમ ફાળવી છે જે ગંભીર બાબત છે."

બજેટ મધ્યમ વર્ગ માટે અન્યાયકારી

"રાજ્યના આદિવાસી સમુદાય માટે કુલ બજેટની 1 ટકા જેટલી પણ જોગવાઈ કરાઈ નથી. ભાજપે આદિવાસી યાત્રા હમણાં જે કાઢી હતી તે બિલકુલ બિનઅસરકારક અને ફ્લોપ શૉ સમાન રહી છે. ઓબીસી સમુદાયના ઉત્કર્ષ માટે અમે 5000 કરોડની માંગણી કરી હતી, તેમ છતાં ભાજપ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. એફોર્ડેબલ હાઉસિંગ બનાવવાની હજુ ભાજપ સરકાર ભ્રામક જાહેરાત કરી રહી છે. શહેરી મધ્યમવર્ગ માટે પણ બજેટમાં કોઈ જ રાહત આપી નથી. બજેટના આયોજનમાં મોટો તફાવત જોવા મળે છે. આ બજેટ એક રીતે - 'હોંશે હોંશે ગાજ્યા પણ સૌ ગુજરાતી રહી ગયા તરસ્યા' - જેવું છે. આ બજેટ મધ્યમવર્ગને અન્યાયકારી અને પ્રજાવિરોધી છે."

English summary
Opposition leader Bharatsinh Solanki's reaction on Gujarat Budget-2017.
Please Wait while comments are loading...