ભાજપના લોકોએ જ મને હરાવવા મહેનત કરી, તમામના નામ બહાર આવશેઃ ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઇ ગયાં છે, ભાજપને ગુજરાતીઓએ દિલ ખોલીને મત પણ આપ્યા છે. ગુજરાતની 26માંથી 25 લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે, માત્ર બનાસકાંઠા સીટ કોંગ્રેસના હાથમાં ગઇ. પરંતુ પાર્ટીના જ ઉમેદવાર ભાજપના કાર્યકરોથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ મનસુખ વાસાવ (Mansukh Vasava)ને ટિકિટ આપી હતી. મનસુખ વાસાવાને 608,157 મત મળ્યા અને તેમની સામે ઈન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા (Chaitarbhai Vasava) ચૂંટણી લડી રહ્યા હતા. જેમને 522,461 મત મળ્યા હતા.
ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 85,696 મતથી ચૂંટણી તો જીતી ગયા છે, પરંતુ તેમણે આજે પાર્ટીના જ કાર્યકરોથી નારાજગી વ્યક્ત કરી છે. મનસુખ વસાવાએ દાવો કર્યો કે, "તેમને પાર્ટીના જ કાર્યકરોએ ટિકિટ ના મળે તે માટે ખૂબ મહેનત કરી હતી અને ટિકિટ મળ્યા પછી પણ મને હરાવવાની કોશિશ કરી હતી. મને હરાવવાની કોશિશ કરનાર પાર્ટીના જ લોકોના નામ બહાર આવશે, અને પાર્ટી હાઈકમાન્ડ સમીક્ષા કર્યા પછી આવા લોકો પર એક્શન લેશે."












Click it and Unblock the Notifications
