ભરૂચમાં ભેખડ ધસી પડતા 6 લોકો દટાયા

Subscribe to Oneindia News

ભરૂચના વડદલા ગામે મહાકાળી મંદિર પાસે તળાવની પ્રોટેક્શન વોલની કામગીરી દરમ્યાન ભેખડ ધસી પડી હતી. ભેખડમાં શ્રમજીવી પરિવારના 6 લોકો ભેખડ નીચે દટાયા હતા. સ્થાનિકોએ 6 લોકોને ભેખડ નીચેથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 6 પૈકી 1 બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી તેનો પરિવાર શોકગ્રસ્ત થયો હતો.

guajrat

મળતી માહિતી મુજબ વડદલા ગામે તળાવની પાળીને અડી છાયડામાં બેઠેલા શ્રમજીવી પરીવારના 6 સભ્યો ભેખડ ધસી પડતા દટાયા હતા. જેમાંથી એક બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસ આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. બીજી બાજુ તળાવની પ્રોટેક્શન વોલનું કામ ચાલુ હોવાથી તેમને દીવાલ નીચે કેમ બેસવા દેવાયા આમાં કોની નિષ્કાળજી છે હવે તપાસમાં બહાર આવશે.

Read also: લગ્ન પ્રસંગમાં જમણવાર ૮૦ જેટલા લોકો ફૂડ પોઈઝનીંગની અસર

English summary
Bharuch :One children was killed and five others were injured. Read here more on this.
Please Wait while comments are loading...