હવામાન અપડેટ: ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ વટાવ્યું જોખમનું નિશાન, કલેક્ટરે કરી આ અપીલ
Bharuch Weather update, હવામાન અપડેટ: ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે નદી-નાળા અને ડેમ છલકાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લગભગ 4 લાખ ક્યુસેક પાણીના વિસર્જન સાથે ભરૂચ શહેરમાં નર્મદા નદી સતત ઠલવાઈ રહી છે.
નર્મદા નદી પર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ગોલ્ડન બ્રિજ પર આજે સાંજે 7 વાગ્યાની આસપાસ પાણીનું સ્તર 24 ફૂટના ખતરાના નિશાનને વટાવી ગયું હતું.
સોમવારની રાત્રે સ્તર 24.11 ફૂટ છે, જે રવિવારે રાત્રે 11 કલાકે પર 17.38 ફૂટ હતું. ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે 22 ફૂટનું વોર્નિંગ લેવલ વટાવી ગયું હતું.

સામાન્ય રીતે જો સ્તર 30 ફૂટ સુધી પહોંચે છે, તો ભરૂચ શહેર અને આસપાસના એક ડઝન ગામોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે.
ભરૂચ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા એક્સ પર લખ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી હાલ 2.35 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ગોલ્ડન બ્રિજનું હાલનું લેવલ 14.70 ફૂટ છે. જે ભયજનક લેવલથી ખુબ નીચે છે, જે ભયજનક સપાટીએ પહોચવાની સ્થિતી સર્જાય, તો વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવશે. હાલ અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) હોવાથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યા અનુસાર, ડીઈઓ દ્વારા સાવચેતીના પગલારૂપે મંગળવારે સમગ્ર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
Narmada River, Golden Bridge in Bharuch, Golden Bridge, Bharuch, heavy rain, heavy rain in gujarat, Sardar Sarovar Narmada Dam, danger mark, Gujarati news, news in gujarati, Bharuch district collector, Gujarat rains, rains, Gujarat rain update, Weather, Weather update, નર્મદા નદી, ભરૂચમાં ગોલ્ડન બ્રિજ, ગોલ્ડન બ્રિજ, ભરૂચ, ભારે વરસાદ, ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર નર્મદા ડેમ, ખતરાના નિશાન, ગુજરાતી સમાચાર, સમાચાર, ગુજરાતીમાં, ભરૂચ જિલ્લા કલેક્ટર, ગુજરાતનો વરસાદ, વરસાદ, ગુજરાત વરસાદ અપડેટ, હવામાન, હવામાન અપડેટ,











Click it and Unblock the Notifications
