Bhavnagar accident : ભાવનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
Bhavnagar accident : ભાવનગરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. ભાવનગર પાસે ગુરૂવારના રોજ ઘાસચારો ભરીને જઇ રહેલો ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં 6 મજૂરોના મોત થયા છે. જે કારણે જિલ્લામાં શોકનું મોજૂં ફરી વળ્યું છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેની અડફેટે 7થી 8 લોકો આવી ગયા હતા અને ટ્રક નીચે દબાઇ ગયા હતા.

તાત્કાલિક કરાઇ બચાવ કામગીરી
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ-પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો દ્વારા રાહત અને બચાવકાર્ય કરવામાં આવી ગયું હતું. જેમને તાત્કાલિકધોરણે અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા.

શું છે સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ ગુરુવારની બપોરે ટ્રક મેવાસા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂગુમાવ્યો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલહોવાનું જાણવા મળે છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો, 108 ઈમરજન્સી વાન, યુવા સ્વયંસેવકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાઅને બચાવ કાર્યમાં લાગી ગયા હતા.

મજૂરોની ચીસોથી ગુંજી ઉઠ્યો રસ્તો
અકસ્માત બાદ મજૂરોની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, મૃત્યુઆંક વધવાની આશંકા છે.












Click it and Unblock the Notifications
