Bhavnagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ભાવનગર સીટ લાઇવ રિઝલ્ટ, નિમુબેન વર્સિસ ઉમેશ મકવાણા
Bhavnagar Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ભરૂચની જેમ જ ભાવનગર લોકસભા સીટ પર પણ કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. જેથી ભાવનગર સીટ પર કોંગ્રેસ+આમ આદમી પાર્ટીના ગઠબંધનથી ભાજપને કંઈ નુકસાન થશે કે કેમ તે આજે રિઝલ્ટ જાહેર થતાની સાથે જ સ્પષ્ટ થઇ જશે.

ભાવગનર લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાંઃ- તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢળા અને બોટાદ સામેલ છે.
જો ભાવનગર લોકસભા સીટના ઈતિહાસ પર નજર ફેરવીએ તો 1952માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડાઇ ત્યારે કોંગ્રેસના ચિમનલાલ ચકુભાઈ શાહ ભાવનગરથી સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસ ભાવનગર સીટ પાંચ વખત જીતી છે જ્યારે ભાજપે 8 વખત ભાવનગર પર જીત મેળવી છે.
લોકસભા ચૂંટણી 2024માં ભાવનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સામે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા વચ્ચે જંગ જામી છે. ભાવનગરમાં કૂલ 19,16,900 મતદારો નોંધાયેલા છે જેમાંથી 53.92 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભાવનગર લોકસભા સીટ રિઝલ્ટ જાહેર થતાની સાથે જ આ આર્ટિકલમાં લાઇવ અપડેટ આપવામાં આવશે. ભાવનગર સીટનું રિઝલ્ટ લાઇવ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
11:02 AM - ભાજપ નિમુબેન બાંભણીયા મત :211779, આપના ઉમેશ મકવાણા મત :70623, નિમુબેન 1,41,156 મતોથી લીડ કરી રહ્યા છે
11:51 AM - ભાવનગર સીટ પરથી ભાજપના ઉમેદવાર નિમુબેન પટેલ 1 લાખ 65 લાખની લીડથી આગળ ચાલી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
