For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

968 કરોડનુ બજેટ તૈયાર, ભાવનગર સ્ટેન્ડીંગ કમિટિની બેઠક યોજાઈ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ

મહાનગરપાલિકાનુ વર્ષ 2022-23 968 કરોડ રૂપિયાનુ બજેટ તૈયાર થઈ ચૂક્યુ છે જેને લઈને સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

|
Google Oneindia Gujarati News

ભાવનગરઃ મહાનગરપાલિકાનુ વર્ષ 2022-23 968 કરોડ રૂપિયાનુ બજેટ તૈયાર થઈ ચૂક્યુ છે જેને લઈને સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. હવે પછી આ બજેટને સામાન્ય સભામાં પસાર કરવામાં આવશે. આ બજેટમાં પ્રજાના વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં ન આવ્યો હોવાનો કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે અને આ વર્ષે આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શક્યા નથી અને ખર્ચ ઉપર પણ કાબુ મેળવી શક્યા નથી. જેથી આવક કરતા વધુ 106 કરોડનો વધુ ખર્ચ અંદાજવામાં આવ્યો છે છતાં ઉઘડતી સિલકના આંકડાકીય માયાજાળથી 70 કરોડ 93 લાખનુ પુરાંતલક્ષી બજેટ દર્શાવાયુ છે.

AMC

મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં ગત બજેટમાં દર્શાવેલા આયોજનો રિપીટ કરવામાં આવ્યા છે. ગત વર્ષે શરુ ન કરાયેલા વિકાસ કામોનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષના 85 કરોડના બાકી વેરાની વસૂલાત કરવાની ખાતરી અપાઈ છે. બજેટને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકામાં 21 અને 22 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડીંગ કમિટિની બજેટ બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી. બજેટના પ્રથમ દિવસે રોડ, બિલ્ડીંગ, ડ્રેનેજ, યોજના, ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, યુસીડી, આઈસીડીએસ, આરોગ્ય, સોલીડ વેસ્ટ, રોશની વગેરે 11 વિબાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. જ્યારે આજે ઘરવેરા, ફાયર, ફીલ્ટર, ગાર્ડન સહિતના વિભાગના અધિકારીઓ સાથે સ્ટેન્ડીંગ સભ્યોએ બજેટ અંગે સમીક્ષા કરી.

English summary
Bhavnagar mucinipal corporation standing committee budget meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X