For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ એરપોર્ટ પર ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીનુ કર્યુ સ્વાગત, દેશના પ્રથમ ISFCનુ કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. સરકારે જણાવ્યુ હતુ કે તેમની મુલાકાત દરમિયાન

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અરદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીનુ સ્વાગત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યાં હતા.

PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. સરકારે જણાવ્યુ હતુ કે તેમની મુલાકાત દરમિયાન, મોદી 'ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)' લોન્ચ કરશે, જે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે.

IFSC ઓથોરિટી દ્વારા એક નિવેદનમાં જણાવાયું છેકે આ એક્સચેન્જ ભારતમાં સોનાના નાણાકીયકરણને વેગ આપવા ઉપરાંત જવાબદાર સોર્સિંગ અને ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા આપશે.

વડાપ્રધાન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. તે સિવાય મોદી NSE IFSC-SGX કનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ સિસ્ટમ હેઠળ, સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. કનેક્ટ પ્લેટફોર્મ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટમાં તરલતા વધારે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ આ કાર્યક્રમોમાં હાજરી આપશે.

English summary
Bhupendra Patel welcomes PM Modi at Ahmedabad airport, will launch development works in SK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X