For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ નજીક મળ્યો વર્ષનો સૌથી મોટો ઓઇલનો જથ્થો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ અમદાવાદ નજીક ખંભાતના અખાત પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે, જે આ વર્ષમાં ક્રૂડનો સૌથી મોટો જથ્થો હોવાનું મનાઇ રહ્યું છે. શહેરની જય મધોક જૂથની જય પોલિકેમ(ઇન્ડિયા) લિમિટેડે ખંભાત બેઝીનના બ્લોક સીબી-ઓએનએન 2009/8માં ડ્રીલ કરેલા પ્રથમ કૂવામાં જ આ ક્રૂડ ઓઇલ મળી આવ્યું હતું. કંપનીએ ગયા વર્ષે જુલાઇમાં બે કૂવામા ડ્રીલિંગ કર્યું હતું અને બન્ને કૂવામાંથી ક્રૂડ ઓઇલનો જંગી જથ્થો મળી આવ્યો છે.

Big-oil-discovery-made-near-Ahmedabad
આ જથ્થો ખારેન્ટી-એ કૂવામાંથી મળ્યો છે અને એ અંગેની જાણકારી સરકાર તથા સર્વોચ્ચ નિયામક ડીજીએચને આપી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જય પોલિકેમ દ્વારા જે જથ્થો શોધવામાં આવ્યો છે તે ઘણો મોટો છે અને તે પાદરા ફિલ્ડ ખાતે ઓએનજીસી અને ઇંગોલી ફિલ્ડમાં જીએસપીસી દ્વારા કરવામાં આવતા ઓઇલના ઉત્પાદન જેટલું છે. આ બ્લોકને જય પોલિકેમ(ઇન્ડિયા) લિટિમેડ દ્વારા 87 ટકાના હિત સાથે ઓપરેટ કરવામાં આવે છે, જ્યારે બાકીનો હિસ્સો જય પોલિકેમ પ્રાઇવેટ લિમિટેડનો છે.

ખંભાત બેઝીન દક્ષિણમાં સુરતથી લઇને ઉત્તરમાં સંચોર સુધી ફેલાયેલું છે અને આ વિસ્તાર અંદાજે 59,000 ચોરસ કિ.મી છે અને અહીં 15 બિલિયન બેરલ્સ કરતા પણ વધારે હાઇડ્રોકાર્બન રિસોર્સ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઝીનમાં ઘણી શોધો કરવામાં આવી છે અને તેમાં મોટા ભાગે ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે. રાજ્ય સરકારની માલિકીની ઓઇલ કંપની ઓએનજીસી દ્વારા આ બેઝીનમાંથી મોટાભાગે ઓઇલનું ઉત્પાદન કરવામાં આવે છે અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ઓઇલેક્સ દ્વારા પણ ટાઇટ ઓઇલ શોધવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ખારેન્ટી-એ કૂવામાં ગયા જુલાઇ મહિનામાં 858 મીટરની ઉંડાઇમાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં નોંધપાત્ર માત્રમાં ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. આ મહિનામાં તેના પર કરવામાં આવનારા ટેસ્ટ પૂર્ણ થઇ જશે. ઓઇલના જથ્થાને ત્રણ ઝોનમાં શોધવામાં આવ્યું હતું.

English summary
A significant oil discovery has been made near Ahmedabad in the Cambay basin that by some estimates may be the biggest on-land find this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X