ગુજરાત ATSને મળી મોટી સફળતા, 800 કરોડનું પ્રવાહી એમડી ડ્રગ જપ્ત કર્યું
Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આજ રોજ મહારાષ્ટ્રના થાણેના ભિવંડી શહેરમાં એક ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન આશરે રૂપિયા 800 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત એટીએસ દ્વારા ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. 800 કરોડની કિંમતનો કુલ 792 કિલો લિક્વિડ એમડી સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ તરીકે થઈ છે.
સુરતના પલસાણાની હદમાં આવેલા કારેલી ગામમાં મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ રેડ કરવામાં આવી હતી, જેનો ગયા મહિને ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, અને જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત એટીએસ દ્વારા બુધવારે ભરૂચના દહેજમાં આવેલી એલાયન્સ ફાર્મા કંપની પર પણ રેડ કરવામાં આવી હતી, જે દરમિયાન કાયદાના અમલકર્તાઓએ રૂપિયા 30 કરોડનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે કથિત રીતે મેફેડ્રોન દવાઓના ઉત્પાદન માટે બનાવવામાં આવેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 6 ઓગસ્ટના રોજ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ સંયુક્ત ઓપરેશન એલાયન્સ ફાર્મા કંપનીમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કાયદા અમલીકરણકર્તાઓએ રૂપિયા 30 કરોડ જે કથિત રીતે મેફેડ્રોન ડ્રગ્સના ઉત્પાદન માટે બનાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
