For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ

બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વર્ષ 2002ના બિલકિસ બાનો કેસમાં દોષી ઠરેલા ગુજરાત કેડેરના આઈપીએસ અધિકારી આરએસ ભગોરાને કેન્દ્રીય ગૃહ મત્રાલયે તેમના રિટાયરમેન્ટની તારીખની ઠીક એક દિવસ પહેલા 30 મેના રોજ નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્ય સરકારે એક વરિષ્ઠ અધિકારીને શુક્રવારે આ જાણકારી આપી.

bilkis bano case

સમાચાર એજન્સી ભાષા મુજબ ગુજરાતના ગૃહ વિભાગના ઉપ સચિવ એમઆર સોનીએ કહ્યું કે 60 વર્ષીય અધિકારી 31મી મેના રોજ રિટાયર થનાર હતા અને તેઓ અમદાવાદમાં પોલીસ ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક)ના પદ પર તહેનાત હતા. 29 મેના રોજ ગૃહ વિભાગના ભગોરાના સસ્પેન્શન વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી સૂચના મળી હતી. સરકારી રેકોર્ડ્સ મુજબ ભગોરા રાજ્ય પોલીસ સેવાના અધિકારી હત અને તેમને 2006માં પ્રમોટ કરી આઈપીએસ કેડર પ્રદાન કરવામાં આવ્યું હતું. પરંતુ રિટાયરમેન્ટથી ઠીક એક દિવસ પહેલા જ ડિસમિસ કરી દેવામાં આવતાં ભગોરાને હવે એવા એકેય લાભ નહિ મળે જેના હકદાર એક રિટાયર્ડ સરકારી કર્મચારી હોય છે.

જણાવી દઈએ કે બિલકિસ બાનો સાથે 3 માર્ચ 2002ના રોજ ગુજરાતના એક ગામમાં રેપ થયો હતો. બિલકસ બાનો અને તેના પરિવાર પર લોકોની ભીડે હુમલો કરી દીધો હતો જેમાં પોતાના બે સંબંધીઓને કારણે માત્ર બિલકસ બાનોનો જીવ બચ્યો હતો જ્યારે તેના માતા સહિત 7 લોકોનાં મોત થયાં હતાં. આ મામલે સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં ગુજરાત સરકારને કહ્યુ્ં હતું કે તેઓ ભગોરા સહિત એવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે જેમણે બિલકિસ બાનો ગેંગ રેપ મામલામાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં ઢીલાશ વાપરી હોય.

આ પણ વાંચો- અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત

English summary
bilkis bano case: IPS RS Bhagora dismissed just one day before of his retirement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X