Biporjoy Cyclone Update : બિપોરજોય ચક્રવાતને કારણે છ જિલ્લામાં એલર્ટ, લોકોમાં રોષ

Biporjoy Cyclone Update : ફરી એકવાર ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. હાલ ગુજરાતના દરિયાકિનાર પર ચક્રવાત બિપોરજોય મંગળવારના રોજ અતિ વિકરાળ સ્વરૂપધારણ કરશે. જે કારણે સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત ખતરનાક ચક્રવાત બિપોરજોય 15 જૂનના રોજ કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે રવિવારના રોજ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.

Biporjoy Cyclone Update

ભરતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જે જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓ 13-15 જૂન દરમિયાન ભારે વરસાદ અને ખૂબ જ તીવ્ર પવનની ઝડપ સાથે ચક્રવાતી તોફાનથી પ્રભાવિત થવાની સંભાવના છે, જે 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાત બિપોરજોયના વધતા જતા જોખમને જોતા 1500થી વધુ લોકો આશ્રયસ્થાન પર પહોંચી ગયા છે. આવા સમયે માછીમારોને 15 જૂન સુધી દરિયાકાંઠે જવાની ચેતવણી આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના જિલ્લા ડેપ્યુટી કમિશનર અશોક શર્માનું કહેવું છે કે, ચક્રવાત બિપોરજોયની અસરને ધ્યાનમાં રાખીને શાળાઓને 15 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, હવામાન વિભાગે માહિતી આપી છે કે, 13 અને 15 જૂનની વચ્ચે ખૂબ જ તીવ્ર પવનની ગતિ સાથે ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે, જે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. જેના કારણે દેવભૂમિમાં ભારે વરસાદ પડી શકે છે. તેથી તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકાના કચ્છ અને શિવરાજપુરના માંડવી બીચને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે ઓખા બેટ દ્વારકા જવા માટે બોટની મુસાફરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ ઉપરાંત કચ્છના ડેપ્યુટી કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, 72 ગામોના આઠ હજારથી વધુ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અરોરાએ જણાવ્યું હતું કે, ગાંધીધામ, માંડવી, અબડાસા, લખપત તાલુકા વગેરે ગામોના લોકોને તકેદારી રાખવા જણાવ્યું છે. આ ગામો દરિયાથી પાંચ કિમીના અંતરે આવેલા છે.

અરોરાએ જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિને જોતા NDRF અને SDRF ટીમ તૈનાત કરી છે. જ્યારે જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આગામી દિવસ સુધી ટીમોની નજર રહેશે.

ખરાબ હવામાનને કારણે મુખ્ય રનવે અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સ મોડી પડી હતી, ત્યારે રવિવારની રાત્રે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

ભારતીય હવામાન વિભાગે સોમવારના રોજ મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. કારણ કે, ચક્રવાત બિપોરજોય એક અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડામાં તીવ્ર બન્યું છે અને 15 જૂનના રોજ પશ્ચિમ કિનારે ત્રાટકે તેવી ધારણા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X