Biporjoy Cyclone Update : ચક્રવાત બિપોરજોયને કારણે થશે ચોમાસા પર અસર, જાણો ઘાતક આગાહી
Biporjoy Cyclone Update : ભારતીય મોસમ વિભાગ અને સ્કાયેટ વેધર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતના મેદાની વિસ્તારમાં ચોમાસુ નબળુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જુલાઇમાં પહેલા અઠવાડિયા સુધી મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી.

સ્કાયમેટ વેધર દ્વારા સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 6 જુલાઈ સુધી દુષ્કાળ જેવી સ્થિતિ ચાલુ રહી શકે છે. રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન 60 ટકાથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, દેશમાં 30 જૂનથી 6 જુલાઈ સુધી વરસાદમાં 54 ટકાનો ઘટાડો થશે. દક્ષિણ દ્વીપકલ્પ પ્રદેશમાં 1 જૂનથી અત્યાર સુધીમાં વરસાદમાં 53 ટકાની ખાધ નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય ભારતમાં 80 ટકા ઓછો અને ઉત્તર પૂર્વ ભારતમાં 53 ટકા ઓછો વરસાદ પડશે. ચક્રવાતી તોફાન બિપોરજોયને વરસાદની ઉણપનું કારણ માનવામાં આવે છે.
બિપોરજોયને કારણે ચોમાસું ભારતના આંતરિક ભાગોમાં પહોંચ્યું નથી. ચક્રવાતી તોફાન બિપોરજોય ધીમા પડ્યા બાદ પણ નીચું દબાણ રહેશે, જે ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસાના આગમનમાં પણ વિલંબ કરશે.












Click it and Unblock the Notifications
