Biporjoy Cyclone Update : આગામી છ કલાકમાં ખતરનાક બનશે ચક્રવાત બિપોરજોય, આ જિલ્લામાં થશે ભારે વરસાદ
Biporjoy Cyclone Update : ગુજરાત રાજ્ય પર હાલ બિપોરજોય નામના ચક્રવાતનું જોખમ મંડરાઇ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, બિપોરજોય ચક્રવાત ભયાનક બની શકે છે. આગામી છ કલાકમાં આ ચક્રવાત એક ખતરનાક ચક્રવાતી વાવાઝોડા (VSCS)માં બદલાઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. હવે ગુજરાતમાં જ લેન્ડફોલ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચક્રવાત બિપોરજોય કચ્છ તરફ ફંટાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત બિપોરજોય સતત પોતાની દિશા બદલી રહ્યું છે. આ સાથે વાવાઝોડું માંડવી-કરાચી વચ્ચે દરિયા કિનારે ટકરાય તેવી શકયતા છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઇ ચુકી છે. જેમાં ગીર સોમનાથનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાઇ રહ્યો છે.
આ વાવાઝોડાની અસર ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) જણાવે છે કે, VSCS Biparjoy ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ ચક્રવાત બિપોરજોય પાકિસ્તાન અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. રવિવારના રોજ માહિતી આપતા ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય આગામી છ કલાકમાં અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તેની અસર પાકિસ્તાન સુધી જોવા મળશે. 15 જૂન સુધીમાં આ ખતરનાક બાઈપરજોય પાકિસ્તાન અને તેની નજીકના દરિયાકાંઠે પહોંચી જશે.
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને શનિવારના રોજ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. કારણ કે, હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે, આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં 'બિપોરજોય' વધુ તીવ્ર બનશે. અરબી સમુદ્ર કિનારે આવેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળતા 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદની શક્યતા - IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં દક્ષિણ ભારતીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં સોમવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે લક્ષદ્વીપમાં રવિવાર સુધી વરસાદ જોવા મળશે.
ચોમાસું સાત દિવસ મોડું પહોંચ્યું - IMDએ જણાવ્યું કે, ચોમાસું ગુરુવારના રોજ દક્ષિણ ભારતીય રાજ્યમાં તેના નિર્ધારિત સમયથી સાત દિવસ મોડું પહોંચ્યું. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ચક્રવાત બિપોરજોયના કારણે દ્વીપકલ્પ પર ધીમી પ્રગતિ સાથે, હવામાન પ્રણાલી શરૂઆતથી નબળી રહેવાની સંભાવના છે. IMDના મહાનિર્દેશક એમ મહાપાત્રાના જણાવ્યા અનુસાર, 15 જૂન પછી વરસાદની ઝડપ વધવાની ધારણા છે.
પાંચ કેટેગરીમાં વિભાજિત ચક્રવાત - પવનની ગતિ અનુસાર, આ ચક્રવાતોને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી I માં 119 કિમી પ્રતિ કલાક થી 153 કિમી પ્રતિ કલાક, કેટેગરી II માં 154 થી 177 કિમી પ્રતિ કલાક, કેટેગરી III માં 178 થી 208 કિમી પ્રતિ કલાક, કેટેગરી IV માં 209 થી 251 કિમી પ્રતિ કલાક અને કેટેગરી V માં 252 કિમી પ્રતિ કલાકની ઝડપે કલાકદીઠ અને તેનાથી વધુ ઝડપે વાવાઝોડું આવે છે.












Click it and Unblock the Notifications
