Biporjoy Cyclone Update : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 149 પ્રસૂતાઓનું સલામત સ્થળાંતર, 60 મહિલાની કરાઇ સફળ પ્રસૂત
Biporjoy Cyclone Update : રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઇ રહેલા બિપોરજોય વાવાઝોડા નામના જોખમ સામે આગોતરી તૈયારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે, તે માટે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ. એન. ભંડેરીએ જણાવાયું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું છે અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી છે, જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે, આ ઉપરાંત નજીકની ઈડીડી (સંભવિત સુવાવડવાળી) કુલ 149 સગર્ભા માતાઓ છે.

એમ. એન. ભંડેરીએ જણાવાયું છે કે, એમનો છેલ્લા બે દિવસથી સંપર્ક કરી અને એમાંથી 60 સગર્ભા માતાને છેલા 24 કલાકમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ છે. જ્યારે 37 સગર્ભા માતાઓને સીએચસી/સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ /ખાનગી હોસ્પિટલ સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જ્યારે 49 સગર્ભા માતાઓને હજૂ સ્થળાંતરની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોમાં જે ગામડાઓ આવેલા છે. તેમાં જે દીકરીઓ પ્રસુતિ માટે આવી હોઈ એવી પાંચ દીકરીઓને પણ સલામત સ્થળે સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડત્રા પીએચસીના ભરાણા ગામે સગર્ભા માતાઓને સમજાવતા હતા, ત્યારે રજીયાબેન સાજીદને પ્રસૂતિનો દુઃખાવો શરૂ થતા, સગર્ભા બેનને સબ સેન્ટર પર સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ સ્થાનિક આરોગ્ય કાર્યકર દ્વારા કરાવવામાં આવી છે. હાલ માતા અને બાળકની તબિયત સારી છે.
અન્ય સગર્ભા માતાઓના સ્થળાંતર માટે 108, સ્થાનિક એમ્બ્યુલન્સ, પીપ પીએચસીની એમ્બ્યુલન્સ તેમજ ખિલ-ખિલાટ એમ તમામ એમ્બ્યુલન્સ મળીને 50 જેટલી એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના કુલ 127 દર્દીઓ ડાયાલિસિસ સારવાર હેઠળ છે, જેઓને વીકલી એક અથવા એકથી વધુ વખત ડાયાલિસિસ કરાવવા માટે તાલુકા/જિલ્લા કક્ષાએ આવવાનું થાય છે.
આ ડાયાલિસિસ સારવાર પૈકીના કુલ 44 દર્દીઓ એવા છે કે, જેને આવતીકાલે મંગળવારના રોજ અને બુધવારના રોજ ડાયાલિસિસ થવાના છે, એવા તમામ દર્દીઓને તેમના સેન્ટર ઉપર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત સીએમટીસીમાં અતિકુપોષિત 6 બાળકો દાખલ થયા હતા, એ તમામે તમામ બાળકો અલગ - અલગ ગ્રામ્ય વિસ્તાર હતા, એ તમામ બાળકોને સીએમટીસીમાંથી રાંધેલા ખોરાકનું લંચ પેકિંગ કરીને તેમના ઘરે આરબીએસકેની મેડિકલ ટીમ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
