ભાજપે 182 વિધાનસભાના નિરીક્ષકોના નામ કર્યા જાહેર

Subscribe to Oneindia News

ભાજપે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શુક્રવારે નિરીક્ષકોના નામની જાહેરાત કરી હતી. ભાજપના ચૂંટણી નિરીક્ષકો 182 વિધાનસભા બેઠકોના સંભવિત ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરશે, જેમાંથી પસંદગી પામેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. ભાજપે ઓક્ટોબરમાં ગુજરાત વિધાનસભાના ભાજપના ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું અનુમાન અગાઉ પણ વ્યક્ત કર્યું હતું.

bjp

ઉલ્લેખનીય છે કે,સુરતથી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને,અમદાવાદ જિલ્લાથી આઈ.કે. જાડેજાને અને શહેરની જવાબદારી મનસુખ મંડવીયાને, જામનગરની જવાબદારી દિલીપ સંઘણીને, જૂનાગઢની જવાબદારી મોહન કુંડરિયાને, વડોદરાની જવાબદારી મનસુખ વસાવાને, તો ભાવનગરની જવાબદારી ધનસુખ ભંડેરીને સોંપવામાં આવી છે.

તમામ નિરીક્ષકોના નામોની યાદી નીચે મુજબ છે:

અમદાવાદ જિલ્લો: આઈ.કે.જાડેજા, જયશ્રીબહેન પટેલ, આશિષ દવે

અમદાવાદ શહેર: મનસુખ માંડવિયા, દર્શનાબહેન જરદોશ, ભરતસિંહ પરમાર, ભાર્ગવ ભટ્ટ

રાજકોટ જિલ્લો: વસુબહેન ત્રિવેદી

રાજકોટ: ભાવનાબહેન દવે, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વિનોદ ચાવડા

ભાવનગર(સબ હેડર): ધનસુખ ભંડેરી, ભાનુબેન બાબરિયા, રાજેશ ચુડાસમા

મોરબી: નીતિન ભારદ્વાજ, નિમુબહેન કામલિયા, રમેશ મુંગરા

જામનગર: મહેન્દ્ર ત્રિવેદી, ભારતીબહેન શિયાળ, જગદીશ પટેલ

જામનગર જિલ્લો: દિલીપ સંઘાણી, જશુબહેન કોરાટ, મહેન્દ્ર પનોત

વડોદરા જિલ્લો: જયેન્દ્ર સિંહ પરમાર, મનસુખ વસાવા, હેમાલી બોઘાવાલા

વડોદરા શહેર: કે.સી.પટેલ, આત્મારામ પરમાર, નવકા પ્રજાપતિ

સુરત: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જ્યોતિબહેન પંડ્યા,ભરત પંડ્યા, ભૂપેન્દ્ર લાખાલાલા, મમતાબહેન કાલે

જૂનાગઢ: મોહન કુંડારિયા, વિભારીબહેન દવે, બિપીન દવે

અમરેલી: રમેશ રૂપાપરા, પૂનમ માડમ, ચિમન સાપરિયા

ગીરસોમનાથ: પ્રદીપ ખીમાણી, બીનાબહેન આચાર્ય

કચ્છ: ભરત બારોટ, માધુભાઈ બાબરિયા, દર્શનાબેન વાઘેલા

English summary
BJP appointed 182 Legislative Assembly observers

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.