• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમિત શાહે UP અને ઓપી માથુરને Gujaratની કમાન સંભાળી

By Kumar Dushyant
|

ગાંધીનગર, 20 મે: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે રવિવારે નવી ચૂંટણી ટીમની જાહેરાત કરી દીધી છે. માનવામાં આવે છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બાદ ફરી એકવાર ટીમ રાજનાથમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સિક્કો ચાલ્યો અને પોતાના વિશ્વાસપાત્ર અમિત શાહને ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યાં છે. પોતાની સંગઠનાત્મક ક્ષમતાઓ માટે વિખ્યાત અમિત શાહને 80 સીટોવાળી લોકસભાની ચૂંટણી માટે પ્રભારી બનાવવામાં આવ્યાં છે. જો ભાજપને કેન્દ્રમાં સત્તા મેળવવી હોય તો તેને ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપવું પડશે.

રાજ્ય પ્રભારીઓ, સંયોજકો અને તેના વિભિન્ન મોરચાની નવી યાદી મુજબ આંધ્ર પ્રદેશમાં પાર્ટીના પ્રભાવી નેતા બંડારૂ દત્તાત્રેયને ઉપાધ્યક્ષ નિમવામાં આવ્યાં છે આ સાથે જ કેરલના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. દત્તાત્રેય અટલ બિહારી વાજપેય સરકારમાં મંત્રી હતા. પાર્ટી નેતા અનંત કુમારને બિહારથી હટાવીને મધ્ય પ્રદેશનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.

ભાજપના રાજ્યસભાના સદસ્ય જેપી નડ્ડાને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યાં છે જ્યાં રાજ્ય વિધાનસભાની ચૂંટની ટૂંક સમયમાં યોજાવવાની છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ રામપતિ રામ ત્રિપાઠીને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. રામપતિ ત્રિપાઠીને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહના ખાસ માનવામાં આવે છે. રાજીવ પ્રતાપ રૂડીને તાજેતરમાં જ પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. તેમને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે જ્યાં છેલ્લાં કેટલાક વર્ષોથી કોંગ્રેસ તથા રાકાંપા સત્તામાં છે.

રાજસ્થાનમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. કપ્તાન સિંહને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. વરૂણ ગાંધીને પશ્વિમ બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યાં છે જ્યારે સ્મૃતિ ઇરાની ગોવા અને એસએસ અહલુવાલિયાને અસમના પ્રભારી બનાવવામાં આવ્યાં છે.

દિલ્હીના પૂર્વ મંત્રી જગદીશ મુખીને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યાં છે જ્યારે રાજ્યસભાના સદસ્ય ધમેન્દ્ર પ્રધાનને બિહારની જવાબદારી સોંપવામાં આવી છે, પાર્ટીના ઉપાધ્યક્ષ બલવીર પુંજને હિમાલચલના પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યાં છે જ્યારે વરિષ્ઠ નેતા થાવર ચંદ ગેહલોતને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા તથા હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યાં છે, જ્યારે ઓ પી માથુરને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા ચહેરાઓમાં નલિન કોહલીને મિજોરમને જવાબદારી સોંપવામાં આવી છે. નલિન કોહલીના પિતા અમોલક રતન કોહલી એક સમયે મિજોરમના રાજ્યપાલ હતા. શ્રીકાંત શર્મા પાર્ટીના મીડિયા સેલના સંયોજક બની રહેશે. તે પ્રવક્તાઓ તથા પત્રકારો વચ્ચે સમન્વયનું કામ કરે છે. ભાજપની દિલ્હી એકમના પૂર્વ પ્રમુખ વિજયેન્દ્ર ગુપ્તાને શહેરી સ્થાનીક મંડળના પ્રકોષ્ઠના સંયોજક બનાવવામાં આવ્યાં છે.

પાર્ટીના ઉપાધ્યક્ષ મુખ્યાર અબ્બાસ નકવીને ભાજપની કાર્યક્રમ ક્રિયાન્વયન તથા સમન્વય સમિતિના સંયોજક નિમવામાં આવ્યાં છે. મૃદુલા સિંહાને મહિલા મોરચાના પ્રભારી જ્યારે પી મુરલીધર રાવને યુવા મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. મોરચા પ્રભારી મોરચા અધ્યક્ષો અલગ અલગ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાથીઓને ક્રમશ આ પ્રમાણે પદ સોંપવામાં આવ્યું છે. પુરૂષોત્તમ રૂપાલાને કિસાન મોરચો, નિતિન પટેલને સહ-કન્વીનર ગુડ ગવર્નન્સ સેલ, અમિત ઠાકરને સહ કન્વીનર ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી, જયંતિ બારોટને સહ કન્વીનર સિનિયર સિટિઝન સેલનું પદ સોંપવામાં આવ્યું છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi's close confidant and BJP general secretary Amit Shah was on Sunday appointed in charge of politically crucial Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more